Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રૂા ૧૪ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૧૧ :  રૂા ૧૪ લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે પ્રવિણભાઇ પ્રભુદાસભાઇ લાખાણી આ કામના તહોમતદાર ઇમરાનભાઇ અલીભાઇ બાંભણીયા વિરૂધ્ધ રૂા ૧૪,૦૦,૦૦૦/- નો ચેક રીટર્નનો કેસ દાખલ કરેલ હતો.

આ કેસ ફરીયાદી તરફે સાક્ષી તેમજ દસ્તાવેજી પુરાવા રજુ રાખવામાં આવેલ તેમ છતા ફરીયાદી પક્ષ કાયદેસરનું લેણું કે જવાબદારી સાબીત ન કરી શકતા. આ કમના તહોમતદાર વતી  વકીલશ્રીએ  સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલો પણ કરેલ હતી, તેમજ સાક્ષી પુરાવાઓ રજુ રાખેલ હતા.

આ કામના તહોમતદારને રાજકોટના એડીશ્નલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટે નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે. તહોમતદાર તરફે ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ.એસ. ખોરજીયા, દિપક ડી. બથવાર, બી.બી. વાળા, સંજય એચ. રાઠોડ રોકાયેલ હતા.

(3:40 pm IST)