Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

હનુમાન મઢી પાછળ ન્યુ રંગ ઉપવનમાં ગંદકીના ગંજઃ મુખ્યમંત્રીનો કાફલો રોકવા ટોળા ભેગા થયા

વિજીલન્સની ટીમ પહોંચીઃ કોર્પોરેશનના સ્ટાફે ગંદકીનો પ્રશ્ન તાકીદે ઉકેલાશે તેવી ખાત્રી આપતાં ટોળા વિખેરાયા

રાજકોટ તા. ૧૧: રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ રંગ ઉપવન સોસાયટીને અડીને જ આવેલી ન્યુ રંગ ઉપવન સોસાયટીમાં જવાના માર્ગ પર જ અસહ્ય ગંદકીના ગંજ ખડકાયા હોઇ રોગચાળો ફાટી નીકળે તેવી ભીતી ઉભી થઇ છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ આવ્યા હોઇ અને તેઓ એરપોર્ટ ફાટકવાળા રસ્તેથી હનુમાન મઢી થઇ તેમના નિવાસસ્થાને જવા કાફલા સાથે નીકળશે તેવી ખબર પડતાં ન્યુ રંગ ઉપવન, રંગ ઉપવનના રહેવાસીઓ મોટી સંખ્યામાં રોડ પર આવી ગયા હતાં અને ગંદકીના પ્રશ્ને મુખ્યમંત્રીના કાફલાનો માર્ગ રોકવા તૈયારી કરી હતી. જો કે જાણ થતાં વિજીલન્સ અધિકારીઓ, સ્ટાફ અને કોર્પોરેશનના અધિકારીઓ દોડી ગયા હતાં અને લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

રહેવાસીઓએ રોષ સાથે જણાવ્યું હતું કે ટ્રાફિક દંડ, વેરા સહિતમાં સરકાર લાખો કરોડા રૂપિયા ઉઘરાવે છે. પરંતુ સુવિધાના નામે અહિ મીંડુ છે. રંગ ઉપવન સોસાયટીમાંથી ન્યુ રંગ ઉપવનમાં જવાનો રસ્તો છે. મુખ્ય માર્ગ પર જ ગંદા પાણીના તલાવડા ભરાયા છે. વરસાદ ન હોય ત્યારે પણ અહિ કચરા, એઠવાડના ઢગલા હોય છે.  આ રસ્તા પરથી કાયમી ધોરણે ગંદકી દૂર કરવા રજૂઆતો થઇ હતી. પરંતુ કોઇ કાર્યવાહી સંબંધીતોએ કરી નથી. ત્યારે આજે રોષે ભરાયેલા લોકોએ ગંદકીના પ્રશ્ને મુખ્યમંત્રીના કાફલાને રોકવાનો નિર્ણય કર્યો હતો. જો કે મુખ્યમંત્રી સીધા સરકિટ હાઉસ ખાતે પહોંચ્યા હોઇ અને કોર્પોરેશનના અધિકારીઓએ પ્રશ્ન ઉકેલાઇ જવાની ખાત્રી આપતાં લોકો વિખેરાઇ ગયા હતાં. તસ્વીરમાં ન્યુ રંગ ઉપવનના મુખ્ય માર્ગ પરની ગંદકી તથા ટોળે વળેલા લોકો જોઇ શકાય છે.

(3:38 pm IST)
  • સુરત-અમદાવાદમાં ડેંગ્યુ-ટાઇફોઇડનો રોગચાળો : અમદાવાદમાં સતત વરસાદને લીધે ડેંગ્યુ અને ટાઇફોઇડનો રોગચાળો વધતો જાય છે. એક અઠવાડીયામાં ત્રણસો આસપાસ દર્દી નોંધાયા છે. જેમાં ડેંગ્યુના ૧૦૦ ઉપર દર્દીઓ છે. દરમિયાન સુરતના ડિંડોલીના કરાડવા રોડ ઉપર એક જ સોસાયટીમાં ડેંગ્યુના ૧૨ દર્દીઓ નોંધાતા હલચલ મચી ગઇ છે. access_time 3:38 pm IST

  • રાહુલના નબળા પર્ફોર્મન્સને પગલે ટેસ્ટમાં ઓપનર તરીકે રોહિતને ચાન્સ મળવાની સંભાવના access_time 3:38 pm IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST