Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાસ રસીયા ખેલૈયાઓ માટે સહિયરનું જાજરમાન આયોજન

રેસકોર્ષના મેદાનમાં જામશે રાસ ગરબાની રમઝટ * પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળાના નેતૃત્વમાં તૈયારીઓનો ધમધમાટ : સીઝન પાસનું વિતરણ શરૂ : ખેલૈયાઓમાં ઉત્સાહ

રાજકોટ, તા. ૧૧ : હાલ શ્રી ગણપતિ મહારાજનો જયજયકાર સાથે શ્રી ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો  જ બાકી છે ત્યારે રાજકોટનું પ્રથમ હરોળનું અર્વાચીન રાસોત્સવનું ગ્રુપ સહિયર કલબ દ્વારા આ વર્ષે પણ જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે.

રૂડુ ને રળીયામણુ... હરિયાળુ ને... હેતાળ રૂપાળુ સહિયર કલબનું આયોજન હંમેશા મુઠ્ઠી ઉચેરૂ ૧૯માં વર્ષે રાજકોટની પ્રતિષ્ઠિત નવરાત્રી સહિયર રાસોત્સવની નવરાત્રી વીથ ફેસેલીટી તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા જાહેરાત કરી છે કે ગમતીલુ રાજકોટ જેની રાહ જોવે તેવુ શકિત આરાધનાનું પર્વ આસો નવરાત્રીનું આગમન થવામાં છે. વિશ્વ પ્રસિદ્ધ નવરાત્રી ઉત્સવ એટલે 'એશિયાઝ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટીવલ' જેની ઉજવણી ગુજરાત અને ખાસ કરીને રાજકોટ જેવી કયાંય નહિં થતી હોય. વર્ષ ૨૦૦૧માં સુરેન્દ્રસિંહ વાળાએ નવા ઉત્સાહ અને ઉમંગથી નવરાત્રી આયોજનની શરૂઆત કરી રજવાડી નામથી અને ત્યારબાદ સહિયર રાસોત્સવના નેજા હેઠળ સફળતાની પરંપરા સર્જાઈ છે. એક વાર સફળ થવુ નસીબ ગણી શકાય બે વારની સફળતા મહેનતથી મળી શકે ત્રણ ચાર કે પાંચ વારની સફળતા મળવી એ શકય છે. પરંતુ સતત સફળતા મળવી એ તો માં નવદુર્ગાના આર્શીવાદ ગણી શકાય. વર્ષો વર્ષ રમવા આવતા ખેલૈયાઓનો વિશ્વાસ સંપાદન કરી સુરેન્દ્રસિંહ વાળા વર્ષો જૂની અન્યાયી પરંપરાઓ દૂર કરી એક પારદર્શક સ્પર્ધાત્મક વાતાવરણ સર્જયુ સાથોસાથ મંચ પરથી ઉત્તરોત્તર પસંદગીથી આજે રાજકોટ ખાતે સહિયર રાસોત્સવના આયોજનને લોકો પ્રથમ ગણવા લાગ્યા છે.

લોકચાહનાની સતત અને ખેલૈયાઓના ઉત્સાહ સાથે સહિયર કલબ દ્વારા વર્ષ ૨૦૧૯ને  પણ બનાવવા તડામાર તૈયારીઓ આરંભી છે. રાજકોટના હાર્ટ પોઈન્ટ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સહિયર જાજરમાન પટાંગણમાં આકાર લેશે. દર વર્ષની વિશેષ ડેકોરેશન ટ્રસ લાઈટીંગ તથા અદ્યતન સુવિધા સાથે નવરાત્રી વીથ ફેસેલીટીના સૂત્રો સાથે આયોજન ટીમ તૈયારી કરી રહી છે.

સહિયરની વિશેષતા સંગીત છે ફરીથી ખેલૈયાઓનો લાડીલો ગાયક રાહુલ મહેતા, ચાર્મી રાઠોડ, પ્લેબેક સીંગર સાજીદ ખ્યાર ખેલૈયાઓ માટે સૂર રેલાવશે. તાલ સંચાલન ખોડીદાસ દ્વારા થશે જયારે સંગીત નિયોજન વ્યવસ્થા માટે આઈએસઓ ૯૦૦૦ પ્રમાણિત સંગીત ગ્રુપ 'જીલ એન્ટરટેઈનમેન્ટ' તથા એન્કર અને સીંગર તેજસ શીશાંગીયા સતત ૧૯માં વર્ષે સહિયર નવરાત્રીમાં ધૂમ મચાવશે.

સહિયર રાસોત્સવમાં મા બાપ પોતાની દિકરીઓને મોકલતા ખચકાતા નથી કારણ અહિંનું પારિવારિક વાતાવરણ અને સૌથી મજબૂત સિકયોરીટી છે. સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા તથા યુવા આયોજક કૃષ્ણપાલસિંહ વાળા ખેલૈયાઓને પોતાના સીઝન પાસ મેળવી લેવા અનુરોધ કર્યો છે.

કાર્યાલય - ૩૧૨ - સિલ્વર ચેમ્બર, ત્રીજા માળે, ટાગોર રોડ, અતુલ મોટર્સ સામે, રાજકોટ- સંપર્ક - ૮૯૮૦૦ ૨૧૩૨૧.

(3:37 pm IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • રાજકોટમાં ઓમ કમ્યુનિકેશન નામની પેઢીમાં DGGSTI : લીમડા ચોક ખાતે આવેલા આલાપ બી માં ત્રીજા માળે ટીમ ત્રાટકી ભર બપોરથી તપાસનો ધમધમાટ ચાલુ access_time 7:23 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST