Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સોરઠીયા રાજપુત યુથ કલબ દ્વારા ક્રિષ્ના વેશભુષા સ્પર્ધા

 જન્માષ્ટમી તહેવાર ધ્યાને લઇ સોરઠીયા રાજપુત યુથ કલબ દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ અને આરોગ્ય સુરક્ષાના નિયમોને અનુસરીને જ્ઞાતિના બાળકો માટે ઘરે બેઠા ભાગ લઇ શકે તેવી ઓનલાઇન શ્રી ક્રિષ્ન વેશભુષા સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સીનીયર અને જુનીયર કેટેગરીમાં કુલ ૫૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વિજેતાઓ જાહેર કરાતા સીનીયર કેટેગરીમાં રીયા વિપુલભાઇ ચૌહાણ, વેદાંત ચેતનભાઇ ઝાલા, હરપાલ જયભાઇ મકવાણા તેમજ જુનીયર કેટેગરીમાં અનન્યા મિલનભાઇ પરમાર, મિસ્ટી હિરેનભાઇ સોઢા, વિવાન ચિરાગભાઇ સોલંકી વિજેતા બન્યા હતા. તેઓને શીલ્ડ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહીત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા રાજપુત યુથ કલબના ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ (શ્રી શ્રી ઓમ ફાઇનાન્સ), અલ્પેશ ગોહીલ, હિરલબેન રાઠોડ, વિરલભાઇ રાઠોડ, ગૌરવભાઇ ચૌહાણ, મિલનભાઇ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. યુથ કલબમાં સભ્ય થવા મો.૯૨૬૫૦ ૦૬૪૦૫ ઉપર વોટસએપ કરી શકાશે.

(3:42 pm IST)