Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટના મુસ્લીમ અગ્રણી મુસ્લીમ જુણેજાની કલેકટરને ઓફર : પોતાની સ્કુલમાં કોવીડ કેર સેન્ટરનો પ્રસ્તાવ

જાતિ-જ્ઞાતિના ભેદભાવ વગર ફ્રી ઓફ લેવા : ૧૦૦ જેટલા બેડની સુવિધા વધશે

રાજકોટ, તા. ૧૧ :  રાજકોટના મુસ્લીમ અગ્રણી શ્રી યુસુફભાઇ જુણેજાએ ગઇકાલે સાંજે કલેકટર સાથે મીટીંગ કરી પોતાની આજીડેમ પાસે આવેલ સ્કુલમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવા અંગે પ્રસ્તાવ મુકયો છે.

વિગત મુજબ કલેકટર સાથે મીટીંગમાં યુસુફ જુણેજાએ પોતાની સ્કુલમાં ૧૦૦ જેટલા બેડનું કોવીડ કેર સેન્ટર શરૂ થઇ શકે તેમ હોવાનું અને જ્ઞાતિ-જાતિનાભેદભાવ વગર કોઇપણ દર્દીને ફ્રી ઓફ સેવા પણ આપી શકાશે તેમ જણાવ્યું હતું.

કલેકટર કચેરીના સુત્રોએ ઉમેર્યુ હતુ કે કલેકટરશ્રી એ હજુ મંજુરીની મ્હોર મારી નથી, પરંતુ ટુંકમાં આ કાર્યવાહી થઇ જશે, કારણ કે એ સ્કુલમાં હાલ ઓકસીજન લાઇન પણ નખાઇ રહી છે. તો તંત્રને કોવીડ કેર સેન્ટરની વધુ એક સુવિધા મળશે.

(2:40 pm IST)