Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ફીર જન્માષ્ટમી આયી, માખનને મીઠાસ બઢાઇ, કાન્હા કી લીલા સબસે પ્યારી, દે હમે ખુશીયા સારી

કાલે જન્માષ્ટમી અને વિહિપનો સ્થાપના દિન : ઘેર - ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...

કોરોનાના કારણે ઘરે જ રહી દીપ પ્રાગટય, ઘંટનાદ અને શંખનાદ કરવા વિહિપની અપીલ

ચિ. મંત્ર ઉદયભાઈ ઢાંકેચા

રાજકોટ તા. ૧૧ : શ્રાવણ વદ–૮ (અષ્ટમી) એટલે ભગવાન શ્રી કૃષ્ણનો મનુષ્ય અવતાર સ્વરૂપે પ્રાગટય દિવસ, જેને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઓળખીએ છીએ.

ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરૂષોત્ત્।મ સ્વરૂપે પ્રગટ થયેલા, તેથી તેમના વિવિધ પ્રકારના આયામો તેમના જીવનમાં જોવા મળે છે, પરંતુ તેમના અવતારનો એક જ ઉદેશ - લક્ષ્ય ધર્મસંસ્થાપનાનો રહયો છે, ધર્મના રક્ષણ–સંવર્ધન માટે જે કંઈ કરવું પડે અર્થાત સામ–દામ–દંડ–ભેદ જેવી જે કોઈ નીતિ અપનાવવી પડે તે ધર્મ જ છે. તે તેમણે તેમના જીવનના અનેક પ્રસંગો દ્વારા નિર્દશ કરેલ છે.

વિશ્વ કલ્યાણકારી સનાત વૈદિક ધર્મ–સંસ્કૃતિનું રક્ષણ સંવર્ધન કરવા અને અધર્મીઓ વિરૂઘ્ધ સંઘર્ષ કરી તેમને પરાસ્ત કરવા માટે પરમ કૃપાળુ પરમાત્માએ જ સંત– મહાત્માઓને વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવા પ્રેરીત કર્યા અને તે માટે આરએસએસના તત્કાલીન સરસંઘચાલક પ.પૂ.શ્રી માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજીને નિમિત અને પ્રેરકબળ બનાવ્યા, તેથી તેમના નેતૃત્વમાં મુંબઈના પવઈ વિસ્તારમાં, સાંદીપની આશ્રમમાં ૧૯૬૪ માં જન્માષ્ટમીના શુભ દિને સ્વામી ચિન્મયાનંદ તથા વિવિધ પંથ–સંપ્રદાયના મહાત્માઓની શુભ નિશ્રામાં મંગલ આશીર્વાદ ઘ્વનિ સહિત વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ.

ભગવાન શ્રીકૃષ્ણના નિર્દેષ અનુસાર 'સંઘે શકિત કલૌયુગે'ને ઘ્યાનમાં લઈ હિન્દુ સમાજની સંગઠીત શકિતના આધારે ધર્મનું રક્ષણ, સજજનો–સાધુ–સંતોની રક્ષા તથા દુષ્ટોના દુષ્કર્મનો નાશ કરવો એ જ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કાર્યો છે.

ગાયના પંચગવ્ય (ગોબર, મૂત્ર, દૂધ, દહિ, ઘી) દ્વારા ગૌ–વિજ્ઞાન વિકસાવવામાં આવ્યા છે. સ્વતંત્રતા પછીનું સૌથી મોટું આંદોલન શ્રી રામ જન્મ ભૂમિ સ્થાન મુકિત માટેનું ઉભુ કરી સફળતા પ્રાપ્ત કરી છે. સત્સંગ, બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા ધર્મ સંસ્કૃતિના સંસ્કાર તથા પ્રચાર–પ્રસારના કાર્યો કર્યા છે. શિક્ષણ, વૈદકીય સારવાર જેવા સેવા કેન્દ્રો અને કુદરતી આપત્તિના સમયે સમાજ સેવાના વિવિધ કર્યો થાય છે. વનવાસી વિસ્તારમાં એકલ વિદ્યાલયો દ્વારા એક લાખથી વધારે ગામોમાં સંસ્કાર– શિક્ષણના કાર્યો ચાલે છે. ધર્મ સંસદના માઘ્યમથી કુરિવાજો અને અંધશ્રઘ્ધા દૂર કરવાના સફળ પ્રયત્નો થયા છે. 'હિન્દુ હિન્દુ એક રહે'ના સૂત્ર દ્વારા સામાજીક એકસૂત્રતા ઉભી કરવાના પ્રયત્નો થતા રહે છે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તથા વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિનના પવિત્ર દિવસે દરેક હિન્દુ ભાઈઓ–બહેનોને કરબદ્ઘ પ્રાર્થના છે કે વર્તમાન સમયની સ્થિતિને ઘ્યાનમાં લઈ  તમામ ભેદભાવોથી ઉપર ઉઠી ઈશ્વરીય સંકલ્પ (ધર્મરક્ષા) માટે 'હમ સબ હિન્દુ એક હૈ'નો ભાવ જગાડી હિન્દુઓની સંગઠીત શકિત નિર્માણ કરીએ એ જ અભ્યર્થના.

કાલે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય સમયે રાત્રે ૧ર (બાર) કલાકે દરેક પોત પોતાના ઘેર દિવાળીની જેમ દિપ પ્રગટાવી, શંખ–ઘ્વનિ, ઘંટનાદ સાથે ભગવાનનો જન્મોત્સવ મનાવી તેમ વિ.હિ.પ. દ્વારા આહવાન કરવામાં આવે છે. તેમ રાજકોટના મહામંત્રી નીતેશ કથીરિયા જણાવે છે.

(2:15 pm IST)