Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

પર્યુષણના પ્રથમ દિવસે પાંચ કર્તવ્યોનું વર્ણન, બીજે દિવસે ૧૧ કર્તવ્યોનું વર્ણન

આગામી તા. ૧૫મીના શનિવારથી જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે.

અહીં પયુર્ષણ પર્વના પ્રથમ અને દ્વિતીય દિવસની આરાધના તથા તેના મહાત્મયની વિગતો પ્રસ્તુત છે.

પર્વાધિરાજ પર્વ પર્યુષણ દિન-પ્રથમ

ખેડૂત બાર મહિનાની અંદર ચોમાસાના ચાર મહિના ખેતી ક્ષેત્રમાં કામ કરી પોતાની વાર્ષિક ઉપજ મેળવી લે છે. તે જ રીતે શાસ્ત્રકાર મહર્ષિઓએ માનવ જાતનાં ઉદ્ઘાર માટે મનુષ્યે જે ધર્મક્રિયા કરવી જોઈએ તે બતાવી છે. ચોમાસાના ચાર મહિનામાં પવધિરાજનાં આઠ દિવસો એ ધર્મની મોસમ છે, પર્યુષણ પુણ્ય કમાઈની સિઝન છે.

પર્યુષણ શબ્દ સંસ્કૃત ભાષાનો સંયુકત શબ્દ છે. તેમાં 'પરિ' એટલે ચારે બાજુ સારી રીતે ' ઉષણ 'એટલે ધર્મ આરાધના અને આત્મશુધ્ધિ માટે એક સાયે રહેવું તે પર્યુષણ (પરિ+ ઉષણ) કહેવાય છે. પર્યુષણ એટલે પાપ શુદ્ઘિ માટે આવેલી ગંગામાં આપણે રનાન કરી આત્માને પવિત્ર, શુદ્ઘ અને કર્મરહિત બનાવીએ. ઘણા બધા લોકો આઠ ઉપવાસ કરે છે. આપણાથી આઠ ઉપવાસ ન થાય તો પર્યુષણના પ્રથમ દિવસે ઉપવાસ કરવો જોઈએ.

સર્વ પવમિાં આ શ્રેષ્ઠ પર્વ છે. તેથી આ પવધિરાજ પર્યુષણ પર્વ કહેવાય છે. દરેક વર્ષે દરેક ઉપાશ્રયોમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતો પર્યુષણ પર્વમાં પાંચ કર્તવ્યો વ્યાખ્યાનમાં સમજાવે છે. (૧) અમારિ પ્રવતન (ર) સાધર્મિક વાત્સલ્ય (૩) ક્ષમાપના (૪) અઠ્ઠમ તપ (૫) ચૈત્ય પરિપાટી. પરંતુ આ વખતે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને કારણે દરેક શ્રાવક-શ્રાવિકાઓએ ઘરે રહીને જ દ્યર્મ આરાધના કરવાની છે.

અમારિ પ્રર્વતન

કતલ માટે લાવેલા જીવોને છોડાવવા વગેરે મારી એટલેં હિંસા પોતે કરવી, કરાવવી. અમારિ એટલે હિંસા કરવી નહિ કરાવવી નહિ. આપણી ચારે બાજુ પશુ-પક્ષીઓના દદનાં પોકાર હશે તો આપણે શાંતિથી આરાધના કેવી રીતે કરી શકશું  કોઈ ધર્મ માનવ પ્રત્યે પ્રેમ શીખવાડે છે તો કોઈ માનવ- પશુ પ્રત્યે પ્રેમ શીખવાડે છે. જયારે જૈન ધર્મ તમામ જીવો પત્યે પ્રેમ શીખવાડે છે. લીલોતરી ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ આઠ દિવસ કરવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન પણ આઠેય દિવસ કરવુંજોઈએ.

ચંપા શ્રાવિકાના ૬ મહિનાનાં ઉપવાસથી પ્રભાવિત થઈ અકબર બાદશાહે હીરસુરીશ્વરજી મહારાજાનાં ઉપદેશથી સંપૂર્ણ રાજયમાં ૧ર દિવસ અમારી ઘોષણા કરાવી હતી. તેની પરંપરામાં આજે રાજસ્થાનમાં પાલી શહેરમાં પર્યુષણમાં જૈનેતર સુખડીયાઓ પણ ૯ દિવસ મિઠાઈની ભઠ્ઠી ચાલુ રાખતા નથી.

સાધર્મિક વાત્સલ્ય

સમાન ધર્મવાળો સાધર્મિક કહેવાય તેના પર પ્રેમ અને વાત્સલ્ય રાખવું જીવન સ્વયં મયદિત આરાધના કરી શકે પણ અનેક સાધર્મિક અનેક ધર્મની આરાધના કરી શકે શાસ્ત્રમાં કહ્યું છે કે એક બાજુ તમામ આરાધના મુકો અને એક બાજુ સાધર્મિક ભકિત મૂકો તો પણ બંને પલ્લા સરખા થાય છે.

પુણીયો શ્રાવક અને તેની પત્ની એકાંતરા ઉપવાસ કરી સાધર્મિક ભકિત કરતા હતા. કલિકાળ સવજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાળ મહારાજા દર વર્ષે એક કરોડ સોનામહોર સાધર્મિક માટે ખર્ચતા હતા. આભૂ સંઘવી શ્રાવકે ૩૬૦ સાધર્મિકોને પોતાના જેવા લખપતિ બનાવ્યા હતા. તુંગીયા નગરીના શ્રાવકો નવા આવનાર સાધર્મિકને ઘરદીઠ ૧ સોનામહોર અને ૧ ઇંટ આપતા. તેથી નવો આવનાર સાધર્મિક ત્યાં સ્થિર થઈ જતો.

ક્ષમાપના

ક્ષમાપના એ પર્વાધિરાજનો અમૂલ્ય અવસર છે. પહેલા કર્તવ્યમાં બીજાને બચાવવાના છે. ત્રીજા કર્તવ્યમાં જાતની બચાવવાની છે આજે આપણા જીવે અહંકારના કારણે બીજા જીવો પ્રત્યે કોધ કર્યો છે તો તેની માફી માગવાની છે જેથી વેરની પરંપરા આગળ ચાલે નહિ. મૃગાવતી ભગવાન મહાવીર, ખંધક ત્રઘષિ, ગજસુકુમાલ વગેરેને યાદ કરી ત્રીજું કર્તવ્ય બજાવવું જોઈએ.

અઠ્ઠમ તપ

પર્યુષણ મહાપર્વમાં ઓછામાં ઓછું અઠ્ઠમ તપ કરવું જોઈએ એક સાથે ત્રણ ઉપવાસ ન થાય તો છુટા છુટા ત્રણ ઉપવાસ કરવા જોઈએ. નાગકેતુ બાલકે અઠ્ઠમ તપ કર્યો હતો. તેના જીવનમાં દૈવી ચમત્કાર થયો હતો. ધરણેન્દ્ર દેવે તેને મદદ કરી હતી. જેમ અગ્નિથી સોનુ શુદ્ઘ બને છે. તેમ તપથી આત્મા શુદ્ઘ બને છે.

ચૈત્ય પરીપાટી

આત્મદર્શન કરવા માટે શહેરમાં રહેલા બધા દેરાસરોમાં દર્શન વાજતે-ગાજતે કરવા જોઈએ. જેથી આત્મદર્શન થાય. આંગી વગેરેની રચના કરાવવી જોઈએ. આ માટે આપણે વ્રજસ્વામીને યાદ કરીએ છીએ.

પર્વાધિરાજ પર્વ પર્યુષણ - દિન બીજો વાર્ષિક- ૧૧ કર્તવ્ય

જેમ માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું આવે અને વ્યાપારી પોતાનું એકાઉન્ટ વ્યવસ્થિત કરી દે છે. તેજ રીતે પર્યુષણ વાર્ષિક પર્વ હોવાથી ધાર્મિક આત્મા વાષિકિ કતવ્યોમાં કોઈ કર્તવ્ય બાકી રહી ગયું હોય તો આ છેલ્લા અઠવાડિયામાં પૂર્ણ કરી દે છે. અને ભવિષ્યમાં વાર્ષિક કર્તવ્યોનું અંદાજપત્ર તૈયાર કરી દે છે એ હેતુથી પર્યુષણના બીજા દિવસે ધર્મસભામાં ગુરૂ ભગવંતો (૧૧) કર્તવ્યોનું વર્ણન સમજાવે છે. આ આઠ દિવસ મોટા ભાગનાં શ્રાવકો બે ટાઈમ પ્રતિકમણ, જિનપૂજા, જિનવાણી શ્રવણ કરતાં હોય છે. પર્યુષણના બીજા દિવસે ધર્મસભામાં ગુરૂ ભગવંતો શ્રાવકે કરવા યોગ્ય (૧૧) કતવ્ય સમજાવે છે. જે નીચે પ્રમાણે છે. (૧) સંઘપૂજન (૨) સધાર્મિક ભકિત ર (૩) યાત્રાત્રિક (૪) સ્નાત્ર મહોત્સવ (૫) દેવદ્રવ્ય વૃદ્વિ (૬) મહાપૂજા (૭) રાત્રિ જાગરણ (૮) શ્રુત પૂજા (૯) ઉદ્યાપન (૧૦) શાસન પ્રભાવના (૧૧) આલોચના

આ ૧૧ કતવ્યોમાંથી ૧૦ કર્તવ્યો ધનની મમતા ખંખેરવા માટે છે. વિષય અને કષાયથી કાળા મહોતા જેવા બનેલા આત્માનો મેલ આલોચનાથી ધોવાય છે. પાપોની આલોચના લીધા પછી કદાચ બીજી વખત પાપ થશે તો તેવું તીવ્ર નહીં થાય. પુષ્પચૂલા અને કામલક્ષ્મી ભયંકર પાપ કરવા છતાં પશ્યાતાપ પૂર્વક દુઃખિત હદયના ભાવથી આલોચના લઈને તેજ ભવે મોક્ષે ગયા છે. આ ૧૧ કર્તવ્યો દ્વારા ધાર્મિક આત્માએ તન-મન-ધનનો કચરો દૂર કરી આત્માને પવિત્ર અને નિર્મળ બનાવવો જોઈએ.

જેમ કેમેરામાં લેંસ ઉપર ધૂળ હોય તો ફોટા સારા ન આવે તે જ રીતે આ વાર્ષિક કર્તવ્ય ૧૧ પૂર્ણ ન થયા હોય તો આત્મા પર્વધિરાજની આરાધના વ્યવસ્થિત થઈ શકતી નથી તો દરેક આરાધકોએ વર્ષ દરમ્યાન આ અગિયાર કર્તવ્ય પૂરા કરી લેવા જોઈએ.

પર્વાધિરાજ પર્યુષણ પર્વ

હિમાંશુ બી. દેસાઇ  યુનિ. રોડ જૈન સંઘ,રાજકોટ.

(11:34 am IST)