Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજકોટ કોરોના સંક્રમણના ત્રીજા તબક્કા તરફ : કેસમાં ઝડપથી વધારોઃ કડક પગલા લેવાનો સમય

કોરોના ની લડાઈ માત્ર આરોગ્યતંત્ર એ જ લડવાની નથીઃ સહિયારા પ્રયાસથી કોરોના સામેનો જંગ જીતી શકાશ

 રાજકોટ તા.૧૧ : આજે બપોર સુધીમાં કોરોનાના ૨૨ નવા કેસ સામે આવ્યા વચ્ચે મહામારી ના ત્રીજા તબક્કા તરફ જઈ રહ્યા ની ચિંતા ઉભી થઈ છે.  શહેરમાં કોરોના ફેલાવવાની ઝડપ વધી ગઈ છે.  જે પ્રમાણમાં કોરોના ના કેસ સામે આવી રહ્યા છે તે જોતા કોમ્યુનિટી  ટ્રાન્સમિશન નો ખતરો વધ્યો છે.  જુલાઈ માસની શરૂઆતથી જ શહેરમાં કોરોના ના કેસ અનેક ગણા વધી ગયા છે.  કુલ કેસ ૩૪૦ ને આંબી ગયો છે. મૃત્યુઆંક ૧૫ થયો છે. મહાપાલિકા સહિત સમગ્ર આરોગ્ય તંત્રએ હવે ગંભીરતાથી કામ કરવાનો સમય આવ્યો છે કોરોના ને વધુ ફેલાતો રોકવા કડક પગલાં ઉઠાવવા પડશે.  કોરોનાના ત્રીજા તબક્કામાં મહામારી અંદરોઅંદર ઝડપથી ફેલાઈ છે.  રાજકોટ શહેરમાં હાલ આવી સ્થિતિ જોવા મળી રહી છે.  કોરોના ના બીજા તબક્કામાંથી ત્રીજા તબક્કા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ રાજકોટના લોકોએ પણ હવે ગંભીરતા સમજી સરકારના નિર્દેશોનું પાલન કરવું પડશે. જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું અને બહાર નીકળો તો પણ  ચહેરા પર માસ્ક પહેરવો અને સોશિયલ distanceનું પાલન કરવું. કોરોના ની લડાઈ માત્ર આરોગ્યતંત્ર  એ જ લડવાની નથી.  સહિયારા પ્રયાસથી કોરોના સામેનો જંગ જીતી શકાશે.

(3:20 pm IST)