Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ગાંઠીયા -પાનની દુકાને સોશ્યિલ ડિસ્ટન્સનો અભાવઃ માસ્ક વગર નીકળી પડતાં લોકોઃ પોલીસે ૫૩ને પકડાયા

ટુ વ્હીલરમાં ત્રણસવારી, રિક્ષામાં વધુ મુસાફરો બેસાડનારા પણ ઝપટે ચડ્યો

રાજકોટ,તા.૧૧: કોરોનાના સતત વધી રહેલા કેસોથી શહેરમાં ચિંતા વધી છે. તેમ છતાં કેટલાક લોકો હજુ પણ જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ હવે રાત્રે કર્ફયુનો કડક અમલવારી કરાવે છે. જેમાં રાત્રેે અલગ અલગ વિસ્તારોમાં ગાંઠીયાની કે પાની-ફાકી -કોલ્ડ્રીંકસની દુકાનો પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનારા વેપારી, રીક્ષામાં બેથી વધુ પેસેન્જરોને લઇને નિકળનારા તથા ટુ વ્હીલરમાં ત્રીપલ સવારી અને માસ્ક પહેર્યા વગર નીકળેલા ૫૧ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે.

એ ડીવીઝન પોલીસે સોની બજારમાંથી વીપુલ કામલુભાઇ બર્મન, કોઠારીયા નાકા પાસેથી કેવલ હીતેશભાઇ ગોહેલ, મહિલા કોલેજ અંડર બ્રીજ પાસેથી મોહીતી કૈલેશભાઇ તોલાણી એસટી બસ સ્ટેન્ડ પાસેથી રફીક ઓસ્માણભાઇ વસા, કરણસિંહજી હાઇસ્કુલ પાસેથી સાહીલ જાકીરભાઇ ચૌહાણ, મહિલા કોલેજ ચોકમાંથી રાહુલ રામજીભાઇ ભટ્ટી, રાજેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા બી ડીવીઝન પોલીસે  નવાગામમાંથી અર્જુન ડીલકસ પાન નામની દુકાન પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન રાખનાર અરશી રાણાભાઇ જોટવા, બેડી ચોકડી પાસેથી દિનેશ મનસુખભાઇ દાફડા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ભોલો ઉર્ફે ભોજો નાથાભાઇ બારૈયા, મીત બીપીનભાઇ દક્ષીણી, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી મોમીન મજીદભાઇ મકવાણા, રાહુલ કિશોરભાઇ પરમાર, અનીલ રામજીભાઇ પરમાર, સંજફ રણછોડભાઇ ગોવાણી,ભાવીન મનોજભાઇ ભીંડી, તથા ભકિતનગર પોલીસે કોઠારિયા મેઇન રોડ પરથી ભાર્ગવ ગીરીશભાઇ ચોવટીયા, ધવલ રમેશભાઇ વઘાસીયા, કેતન ચંદુલાલભાઇ મણીયાર, વસંત પ્રેમજીભાઇ ચોવટીયા, હિતેષ પ્રેમજીભાઇ ચોવટીયા, હુડકો બસ સ્ટોપ પાસેથી કર્ફયુ ભંગ કરનાર ધાર્મિક આનંદભાઇ વસાણી, મયુર પ્રવિણભાઇ આસોદરીયા તથા કુવાડવા રોડ પોલીસે નવા ગામ રોડ પરથી ચેતન બળવંતભાઇ ભલસોડ, રાજા બલનભાઇ ચૌધરી તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષામાં છ પેસેન્જર બેસાડી નીકળેલા યાસીન ઉર્ફે મુન્નો હબીબભાઇ રાઉમા, જીજે-૩ એફએલ ૩૪૭૧ નંબરના બાઇક પર ત્રણ સવારી નીકળનાર જતીન રમેશભાઇ વૈશ્નાણી, માડાડુંગર પાસે આરતી ઇન્ડીસ્ટ્રીઝ એરીયા મેઇન રોડ પરથી મહેન્દ્રભારથી ઇશ્વરભારથી ગૌસ્વામી, અનમોલ પાર્કના ઢાળીયા પાસેથી સાગર દિનેશભાઇ કુકડીયા માંડાડુંગર મહીકા ગામના જુના રોડ પરથી પૂર્વે દીલીપભાઇ ફળદુ, નીલેશ રમેશભાઇ ડોબરીયા, તથા માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ કોટેચા ચોક પાસેથી સાગર ભીખાભાઇ શીયાળ, પુનીતનગર પાણીના ટાંકા પાસેથી ધવલ શતીષ શીયાળ, ઉમીયા ચોકમાંથી વિજય ભીખાભાઇ શીયાળ, મવડી ચોક પાસેથી હીરેન પ્રભુભાઇ સોલંકી તથા પ્રનગર પોલીસે સારદાબાગ પાસે જય અંબે પાન નામની દુકાન પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર ભરત સુંદરભાઇ ભાતાણી, માસ્ક  પહેર્યા વગર બાલા લખુભાઇ ચિહલા, જંકશન મેઇન રોડ પર ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીકસ નામની દુકાન પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર સેજા કરણાભાઇ રબારી, મોટી ટાંકી ચોક પાસેથી અરબાઝ આશીફભાઇ મારફાની, રેલનગર સાધુ વાસવાણી રોડ પરથી મોઇન ઉર્ફે ટકો રફતારભાઇ ચૌહાણ, તથા ગાંધીગ્રામ પોલીસે દોઢ સો ફુટ રોડ રૈયા ચોકડી પાસે શિવ ગાંઠીયા નામની દુકાન પાસે ભીડ એકઠી કરનાર વેપારી હરેશ કાંતીભાઇ કાતરીયા, રૈયા ચોકડી પાસેથી જીજે ૬ એસટી ૧૫૮ નંબરની રીક્ષામાં બે થી વધુ પેસેન્જરો લઇને નિકળનાર ચાલક હેમાંગ ભીખુભાઇ જેઠવા, રૈયા ચોકડી પાસે રાત્રે મોડે સુધી અમેરીકન મકાઇ નામની લારી ચાલુ રાખનાર હાર્દીક ચનાભાઇ કોટડીયા, પુનીતનગર-૨માં પાણીના ટાંકા પાસેથી સફરરાઝખાન ઇકબાલખાન મહેરનાણી, ૧૫૦ ફુટ રોડ ઓફ્રીકા કોલોની શેરી નં. ૫માંથી કૃતાર્થ હિતેષભાઇ રાધનપુરા, વૈભવ હિતેશભાઇ રાધનપુરા તથા તાલુકા પોલીસે વાવડી ચોકી પાસેથી મસરૂ રાઘવભાઇ માટીયા, જડુસ હોટલ પાછળથી ભરત રાજુભાઇ સાડઝીયા તથા યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ એફ.એસ.એલની ઓફીસ પાસેથી મહાદેવ રેસ્ટોરન્ટ ખુલ્લુ રાખનાર કાના મનસુખભાઇ આલોદરીયા, આલાપગ્રીન સીટી પાસેથી ધવલ મહેશભાઇ પાદરીયા, મયુર મનુભાઇ ઠુંગા તથા હસમુખ નાથાભાઇ ચૌહાણને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:14 pm IST)