Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સિવિલ હોસ્પિટલમાં અજયભાઇ નામના યુવાનનું મોતઃ વાલીની શોધ

૨૫/૬ના દાખલ કરાયેલઃ ૫/૭ના રોજ સગા મુકીને જતાં રહ્યા

રાજકોટ તા. ૧૧: સિવિલ હોસ્પિટલમાં તા. ૨૫/૬/૨૦ના રોજ એક યુવાનને સારવાર માટે દાખલ કરાયો હતો. જે તે વખતે કેસમાં તેનું નામ અજયભાઇ રફિકભાઇ બાનવા લખાવાયું હતું. ૫/૭ના રોજ તેની સાથે જે લોકો હતાં તે તેને મુકીને જતાં રહ્યા હતાં. આ યુવાનનું મોત નિપજતાં તેના સગા સંબંધીઓની શોધખોળ થઇ રહી છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ પરિચીત હોય તો સિવિલ હોસ્પિટલ એમએલસી વિભાગમાં ભરતભાઇ દેગામાનો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:11 pm IST)