Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

લોધીકામાં ભુગર્ભ ગટરનાં સફાઇ મુદ્દે ગામ બંધની ચિમકી

સરપંચ પી.જે.વસોયાની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત

લોધીકાના સરપંચની આગેવાનીમાં 'અકિલા' કાર્યાલયે પણ ગામની સમસ્યાની વિગતો રજૂ કરાઇ હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.(૪૫.૩)

 લોધીકા તા.૧૧ : લોધીકામાં ભુગર્ભ ગટરનાં સફાઇ કામ અંગે સરપંચ પી.જે.વસોયાની આગેવાનીમાં ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરશ્રીને રજૂઆત કરીને આ મુદ્દે ગામ બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમોની ચિમકી આપી છે.

આ સમસ્યા અંગે 'અકિલા' કાર્યાલયમાં વિગતો વર્ણવવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવ્યુ છે કે, રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના લોધીકા ગામે ભુગર્ભ ગટરના યોજનાનું કામ પુર્ણ થયેલ છે. જે તે સમયે ભુગર્ભ યોજનામાં ટેકનીકલ ક્ષતિઓ રહી જવા પામેલ હતી અને આ યોજના પુર્ણ થયાનું જાહેર કરવામાં આવેલ. જે કોન્ટ્રાકટર દ્વારા આ કામ અંગે કામ પુર્ણ થયાનું જાહેર કરેલ ત્યારબાદ આ ભુગર્ભ ગટરના સફાઇ કામ અંગે કામ જીલ્લા પંચાયત રાજકોટ તરફથી સફાઇ કામનો પાંચ વર્ષનો કોન્ટ્રાકટ આત્મીય કન્સ્ટ્રકશન કું. નેે આપવામાં આવેલ છે.

આ કોન્ટ્રાકટ દ્વારા સફાઇ કામ કરવામાં નિષ્ફળ ગયેલ છે. જે અંગે અવાર નવાર લેખીત તથા મૌખીક તેમજ દૈનિક પેપરમાં ફરિયાદ કરવામાં આવેલ. તેમજ ગ્રામ સભામાં તથા ગામના નાગરીકો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવેલ છતા બહેરા કાને આ ફરીયાદનો આજ દિન સુધી નિકાલ કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ નથી.

કાલે આ અંગે ભુગર્ભ ગટર અંગેની કુંડીઓ બ્લોક થયેલ છે તેમજ આ ગામે દરબારગઢમાં પાછળના ભાગે તથા નદીમાં આવેલ કુંડીમાં બ્લોક થયેલ છે.જેથી ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર ફેલાય છે તેમજ નદીમાં આવેલ કુંડીઓ નીચેના ભાગેથી તૂટેલ હોય, જેથી ગંદુ પાણી નદીમાં ફેલાય છે અને ગંદા પાણીનો નિકાલ ન થતા જાહેર રસ્તાઓ ઉપર ફેલાય છે. જેથી રોગચાળો ફેલાય તેવી દહેશત ઉભી થયેલ છે. કાલે આ ગામે મેલેરીયા જેવા ભયંકર તાવનો રોગચાળો ફેલાયેલ છે. ગામમાં તાવના દર્દીઓ જોવા મળે છે તેમજ ગંદુ પાણી પશુઓ પીવાથી પશુઓમાં પણ રોગચાળો જોવા મળેલ છે. કાલે આ ગામે ૫૦% કુંડીઓ બ્લોક થયેલ છે. જેના ઢાંકણા પણ ખુલ્લી શકેલ નથી.

કાલે ચોમાસાની સીઝન છે અને વરસાદનું પાણી તથા ભુગર્ભ ગટરના પાણી સાથે ફેલાય છે અને રોગચાળાની ભીતી સેવાઇ રહી છે. ગામમાં સીમેન્ટ રોડ થયેલ છે રોડ ઉપર ગંદુ પાણી ફેલાવવાથી વાહનો સ્લીપ થાય છે અને અકસ્માત થવાનો ભય રહે છે.

ગટરના સફાઇ કામ અંગેની ફરીયાદ છે જે ફરિયાદ ધ્યાનમાં લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ ગામ બંધ કરવાની ફરજ પડશે તેવી દહેશત ઉભી થયેલ છે. જેથી અમારી માંગણી ધ્યાને લઇ ભુગર્ભ ગટરના સફાઇ કામ તથા મરામત કામ ઢાંકણા બદલાવવા અંગેની કામગીરી વહેલી તકે થવા વિનંતી છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ પી.જે.વસોયા, સરપંચ શ્રી રાહુલ કુમાર જાડેજા, સગરામભાઇ, કિશોરભાઇ પીપળીયા, મનસુખભાઇ ખીમસુરીયા, એચ.પી.સખીયા વગેરે ગામ પંચાવળા સદસ્યશ્રીઓની યાદીમાં જણાવ્યુ છે.(૪૫.૪)

(2:27 pm IST)