Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

લોકડાઉનમાં નશો કરી કાર હંકારતો મવડીનો કેતન સાગઠીયા પકડાયો : 150 ફૂટ રિંગ રોડ પર સ્કાઈ હાઈટ પાસે ઉંધી વળતા ઝપટે ચડ્યો

કારના કાચ ઉપર મંજુરીપત્રકમાં કાર નંબર અલગ :કેક લેવા નીકળ્યો હોવાનું રટણ

રાજકોટ : કોરોનાને કારણે લોકડાઉન વચ્ચે પોલીસે મોટાભાગના રસ્તાઓ બંધ રાખ્યા છે ત્યારે આજે રાત્રે મવડી 150 ફૂટ રિંગ રોડ પર એક કાર બેકાબુ બનીને ઉંધી વળી હતી કારમાં ભારે નુકશાન થયું હતું માલવિયા નગર પોલીસે કાર ચાલક મવડીના જુના વણકરવાસમાં રહેતા કેતન નીતિનભાઈ સાગઠીયાને અટકાયતમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી તે નશો કરેલ હોવાનું ખુલતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે કેક લેવા નીકળ્યો હોવાનું રટણ કર્યું છે કાર પર જે મંજૂરી નંબર છે તે અલગ કાર નું છે આ મંજૂરી પત્રક પણ તેની પત્નીના નામનો હોવાનું કહી રહ્યો છે

(10:34 pm IST)