Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

તંત્રની બેધારી નીતિઃ સીટી બસમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ છતાં કોઇ કાર્યવાહી નહીં ને સેવાભાવી કોર્પોરેટરની ધરપકડઃ કોંગ્રેસ

રાજકોટ : વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ નિવેદનમાં આક્ષેપ કર્યો છે કે વહીવટી તંત્રની બેધારી નીતિનો જીવતો - જાગતો પુરાવો આજ તેઓએ જોયો હતો. એક બાજૂ વોર્ડ નં. ૧ર નાં સેવાભાવી કોર્પોરેટર જરૂરીયાત મંદોને ડુંગરીનું વિતરણ કરતાં હતા ત્યારે પોલીસે સ્થળ પર જઇ અને સોશ્યલ ડીસ્ટન્સીંગનાં ભંગ સબબ ધરપકડ કરી હતી. બીજી બાજુ આજ સ્થળે મ્યુ. કોર્પોરેશનની સીટી બસમાં શ્રમિકોને ઠાંસી ઠાંસીને  બાજુ-બાજુમાં બેસાડેલા જોવા મળેલ. તસ્વીરમાં મજૂરોથી ભરેલી બસ દર્શાય છે. બાજાુની તસ્વીરમાં કોંગ્રેસનાં કાર્યકરો કોર્પોરેટરો આ બસની બાજાુમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખીને ઉભા છે તે દર્શાય છે. ત્યારે તંત્ર વાહકો આ પ્રકારનાં કિસ્સામાં રાજકિય કિન્નાખોરી રાખી રહ્યાનો આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:19 pm IST)