Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ઉદયનગરમાં કોરોના યોધ્ધા પોલીસ જવાનોનું અભિવાદન

 કોરોનાની કટોકટીભરી સ્થિતીમાં લોકડાઉનનો કડક અમલ કરાવી લોકોના સ્વાસ્થ્ય માટે સતત ખડેપગે ફરજ બજાવતા પોલીસ સ્ટાફને બિરદાવવા ઉદયનગર-૧ વિસ્તારના લોકોએ પુષ્પવૃષ્ટી કરી હતી. આ વિસ્તારના અગ્રણી, રાજુભાઇ બોરીચા, પ્રવિણભાઇ પાઘડાર, સંજયભાઇ પીપરીયા, મુકેશભાઇ પંડીત, કિરીટકુમાર, ખોડાભાઇ ખાંડેખા, રાજુભાઇ કેશુર, ખોડાભાઇ આહીર, રાજુભાઇ ભટ્ટ, જેઠાભાઇ ખુંટી, મહેશભાઇ પીપરીયા, રસીકભાઇ મુંગરા, ગોવિંદભાઇ વિરડીયા વગેરે તેમજ ભાજપની ટીમે સાથે રહી માલવિયાનગર પી.આઇ.  શ્રી ચુડાસમા, ડી-સ્ટાફ પી.આઇ. શ્રી ચંપાવત, આસી. સબ ઇન્સ્પે. અરૂણભાઇ બાંભણીયા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફને કુમકુમ તિલક કરી સામૈયા કરી પુષ્પ વર્ષા કરી થાળી વગાડી અભિનંદીત કરાયા હતા. કોરોના યોધ્ધાઓના સ્વાગત સન્માન સમયની તસ્વીરો અહીં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:47 pm IST)