Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કોરોના લોકડાઉનઃ ભુખમરો-બેરોજગારીથી બચવા સમગ્ર દેશ એક બને તે જરૂરી

રાજકિય પક્ષો એક બને-નેક બનેઃ આક્ષેપો-પ્રતિ આક્ષેપો ખોટી ડીબેટથી દુર રહી હકારાત્મક યોગદાન આપે

રાજકોટ :.. કોરોના વાઇરસ મહામારી હાલ ગંભીર સ્વરૂપ પકડી રહેલ છે અને દિવસે ને દિવસે લોકો તેનાથી લાખોની સંખ્યામાં સંક્રમિત થઇ રહેલ છે. ત્યારે લોકડાઉનને લઇને ભુખમરો બેરોજગારી જેવી ગંભીર સમસ્યાઓ પણ ઉભી થઇ રહેલ છે. આવા સમયે હાલ પ્રસાશન આ સમસ્યાને પહોંચી વળવા પુરા પ્રયત્નો પણ  કરી રહેલ છે તેમજ નિષ્ણાંતોના અભિપ્રાાય મેળવી હાલ કોરોા વાઇરસથી બચવા અને સંક્રમણ વધે નહી તેવા પ્રયત્નો થઇ રહેલ છે જેના ભાગરૂપ લોકડાઉન, કર્ફયુ જેવા પગલા ભરવામાં આવેલ છે. જે મહદ અંશે સફળ પણ રહેલ છે તેમ છતાં તેમ છતાં ૧૦૦ ટકા સંક્રમણથી બચી શકાય તેમ નથી તેમજ લોકડાઉન કેટલો સમય રાખી શકાય તેમણે ગંભીર સમસ્યા ઉભી થયેલ છે અને ભારતમાં પણ તેની ગંભીર અસરો જોવા મળે છે ત્યારે હાલ દેશમાં એકતાનો અભાવ જોવા મળે છે રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. અને પ્રશાસનની કામગીરીમાંથી મળતી ખામીઓ ગોતી તેને ઇસ્યુ બનાવવામાં આવે છે તેટલુ જ નહી જ્ઞાતિવાદ જુથ વાદ ઉભા કરવા પ્રયત્ન કરવામાં આવે છે તે ગંભીર બાબત છે. રાજકીય પક્ષો એક બીજાને નીચા દેખાડવા હરીફાઇ કરી રહેલ છે કોઇપણ પક્ષ કયારેય બીજા પક્ષે કરેલ કામગીરી કઇ સારી હતી તેની કોઇ પ્રશંસા કરવામાં આવતી નથી પરંતુ તેમાં રહેતી ખામી શોધી ગંભીર આક્ષેપો કરવામાં આવે છે. જેન લઇને દેશમાં આ પરિસ્થિતિમાં  ભય ઉભો થઇ રહેલ છે પ્રજાની ચિંતામાં વધારો થઇ રહેલ છે જેની અસર દેશના અર્થ તંત્ર ઉપર પડી રહેલ છે તેટલુ જ નહિં  પરંતુ હવે ભુખમરો બેરોજગારીનો પ્રશ્નો ઉભા થશે.

જેથી આરાજકર્તા હીંસા-લૂંટની સ્થીતીનો ભય છે. ત્યારે આવા સંજોગો સર્જાય નહી તેથી દેશનાં અગ્રણી નેતાઓ નિષ્ણાંતોએ અને રાજકિય પક્ષોએ આ સમસ્યામાંથી  દેશને બચાવવા 'એકતા' બતાવી જ પડશે. પ્રાંતવાદ, જ્ઞાતિવાદમાંથી બહાર આવી સમગ્ર દેશને એક થવુ પડશે. સૌથી મોટી જવાબદારી મીડીયાની છે. આવા નાજુક સમયે ઉશ્કેરણીજનક સમાચારોને બદલે  સમસ્યા ઉકેલવામાં મદદ થાય તેવા અહેવાલો આપવા ઉપર ભાર મુકવો જોઇએ.  જેથી દેશવાસીઓમાં પુર્વગ્રહને બદલે ભાઇચારાની લાગણી ઉભી થાય.

પ્રજાહીતમાં ડીબેટ યોજવી જોઇએ અને સૌનુ માન-સન્માન જળવાય તેવું વાતાવરણ ઉભુ કરવુ જોઇએ. જો આવી એક સકારાત્મક વિચાસરણી દેશભરમાં ઉભી થાય તો આવનારી અનેક સમસ્યાઓમાંથી દેશને સૌ સાથે મળીને ઉગારી લઇશું. માટે સમગ્ર દેશ એક થાય તે હવ સમયની માંગ છે. અને જરૂર પણ છે.

-: આલેખન :-

જતીન ડી. કારિયા

(એડવોકટ)

રાજકોટ

મો. ૯૮ર૪૪ ૧પ૯ર૭

૮૧૬૦૦ ૭પ૪૮૩

(3:46 pm IST)