Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

રોણકીની જમીનના બહુચર્ચિત જમીન કૌભાંડમાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૧: અત્રે રોણકીની ખેડવાણ જમીનનું બોગસ કુલમુખત્‍યારનામું બનાવી દસ્‍તાવેજ કરવાના ગુન્‍હામાં આરોપીનો જામીન ઉપર છુટકારો અદાલતે ફરમાવેલ છે.

રાજકોટમાં ભોમેશ્‍વરવાડી જામનગર રોડ ઉપર રહેતા રમેશભાઇ બાબુભાઇ પરસાણાએ પોતાની રોણકી ગામમાં આવેલ ખેડવાણ જમીનનું પોતાની ખોટી સહીઓ કરી એડવોકેટ નોટરી અશ્‍વિનકુમાર ટોળીયાના ખોટા સહી, સીકકાઓ બનાવી કુલમુખત્‍યારનામું જયરાજસિંહ મહીપતસિંહ રાણા, રહેઃ- ધ્રોલવાળાના નામનું ઉભું કરેલ હતું અને આ બનાવટી અને બોગસ કુલમુખત્‍યારનામાના આધારે ગીરીરાજસિંહ મજબુતસિંહ જેઠવા, રહેઃ ભાણવડવાળાના નામનો વેચાણ દસ્‍તાવેજ ઉભો કરવામાં આવેલ હતો.

આ અંગે ફરીયાદીએ રેવન્‍યુ રેકર્ડમાં એન્‍ટ્રી પડાવવામાં વાંધાઓ લીધેલ હતા અને ત્‍યારે ફરીયાદીના પુત્ર કે જેઓ એડવોકેટ છે તેને આરોપી યુવરાજસિંહ રવુભા ચુડાસમાએ સદરહું દસ્‍તાવેજ રદ કરાવવા માટે અડધી જમીન અથવા રૂપિટા અઢાર કરોડ ખંડણી પેટે માંગેલ હતા જેથી ફરીયાદીએ પોલીસ કમિશ્‍નરને મળી તા. ૧પ/ર/ર૦ર૦ ના રોજ આઇ.પી.સી. કલમ ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦(બી) વિગેરે ગુન્‍હા અંગે ફરીયાદ રજીસ્‍ટર લેવામાં આવેલ હતી અને જેની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ને સોંપવામાં આવેલ હતી.

ઉપરોકત ફરીયાદના અનુસંધાને પોલીસે જયરાજસિંહ મહીપતસિંહ રાણા તથા કુખ્‍યાત રમેશ રાણા તથા યુવરાજસિંહ રવુભા ચુડાસમાની ધરપકડ કરેલ હતી અને જેમાં યુવરાજસિંહ રવુભા ચુડાસમાને પોલીસ રીમાન્‍ડ ન મળતા જેલ હવાલે કરવામાં આવેલ હતા.

ઉપરોકત સંજોગોમાં આરોપીએ સેશન્‍સ અદાલતમાં રેગ્‍યુલર જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં એડવોકેટ શ્રી ભગીરથસિંહ ડોડીયાએ એવી રજુઆત કરેલ હતી કે દસ્‍તાવેજ આરોપીના નામના નથી અને આરોપીએ આ ગુન્‍હામાં કોઇ આર્થીક લાભ પણ મેળવેલ નથી. હાલના આરોપી પાસે કોઇ દસ્‍તાવેજો પણ કબ્‍જે થયેલ નથી તેવા સંજોગોમાં દસ્‍તાવેજી પુરાવા આધારીત કેસ છે અને હાલના અરજદાર પુરતી મોટાભાગની પોલીસ તપાસ પુર્ણ થઇ ગયેલ છે તથા ગુજરાત હાઇકોર્ટના જામીનના સિધ્‍ધાંતો અંગે ચુકાદાઓ રજુ રાખેલ હતા.

ઉપરોકત સંજોગોમાં પોલીસ તપાસના કાગળો એડવોકેટશ્રી ભગીરથસિંહ ડોડીયાની ધારદાર રજુઆતો અને કાયદાકીય પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ નામદાર પ્રિન્‍સીપાલ સેશન્‍સ જજ સાહેબશ્રીએ આરોપી યુવરાજસિંહ રવુભા ચુડાસમાને રૂા. રપ,૦૦૦/-ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં રાજકોટના યુવા એડવોકેટશ્રી ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:37 pm IST)