Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કોર્પોરેટર વિજયભાઇ વાંક (બોરીચા) દ્વારા રિલીઝ કરાયેલી તસ્વીરમાં બે દિવસ પહેલા જ ખુદ પોલીસ દ્વારા તેમના સન્માન સમયે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થઇ રહ્યાનો આરોપ લગાવાયો છે. પોલીસ કમિશનરશ્રી આમાં કંઇ કરશે? તેવો પ્રશ્ન આજે તેમણે ઉઠાવ્યો હતો.

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૨ના કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક દ્વારા આજે સવારે જરૂરીયાતમંદોને ડુંગળી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હોય વિજયભાઈ અને તેના કાર્યકરોની ટીમ દ્વારા ડુંગળી વિતરણ કરવામાં આવી રહી હતી ત્‍યારે પોલીસ ત્‍યાં પહોંચી અને કોર્પોરેટર વિજય વાંકની ધરપકડ કરી માલવીયાનગર પોલીસ સ્‍ટેશને લઈ ગયા હતા આ સમાચારની જાણ થતાં કોંગી આગેવાનો તાત્‍કાલીક માલવીયાનગર પોલીસ સ્‍ટેશને પહોંચી ગયાનું જાણવા મળે છે

(3:26 pm IST)