Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

રાજકોટમાં કરિયાણા - શાકભાજીની દુકાનો ખુલ્લી જ રહેશેઃ ઉદિત અગ્રવાલ

દુકાનો બંધ કરાવવાની અફવા કોઇએ માનવી નહીં

રાજકોટ,તા.૯: શહેરમાં લોકડાઉન દરમિયાન હવે કરિયાણુ અને અને શાકભાજીના વેપાર-ધંધા બંધ કરાવાશે. તેવી અફવા સોશ્યલ મિડિયામાં ફેલાઇ રહી છે. ત્યારે રાજકોટમાં આ પ્રકારના પગલા લેવાની કોઇ વિચારણા નથી. તેવી સ્પષ્ટતામાં મ્યુ કમિશ્નર ઉદીત અગ્રવાલે કરી છે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરમાં શાકભાજી અને અનાજની દુકાનો બંધ કરવામાં આવનાર હોવાની જે અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે તે સંપૂણે પણે ખોટા અને પાયાં વગરના છે. એ માત્ર અફવા છે. લોકો આવા બિન પાયેદાર અફવા પર ભરોસો ન કરે. કરિયાણાની દુકાનો અને શાકભાજીના વ્યવસાય નિયમ મુજબ ખુલ્લા જ રહેશે. લોકો કશી જ ચિંતા ન કરે તેમ મ્યુનિ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું.

(2:15 pm IST)