Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સંતશ્રી સેન મહારાજની ૭૧૮મી જન્મજયંતિ કાલે ઉજવાશે

શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ તથા લીમ્બચ ભવાની સેના તથા ઋષિવંશી સમાજ દ્વારા આયોજન : શોભાયાત્રા સાંજે ૪ કલાકે, મહાઆરતી સાંજે ૭ કલાકે તથા મહાપ્રસાદ સાંજે ૭:૩૦ કલાકે યોજાશેઃ ડી.જે.ના સથવારે દાંડીયા રાસ સાંજે ૭:૩૫ કલાકેઃ સેન મહારાજના જીવનચરિત્ર પર નાટક રજુ કરાશે.

રાજકોટ, તા.૧૧: શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ તથા લીમ્બચ ભવાની સેના અને રૂષીવંશ સમાજ દ્વારા કાલે સંતશ્રી સેન મહારાજની ૭૧૮મી જન્મજયંતિની ઉજવણી થનાર છે.

આ પ્રસંગે સાંજે ૪ કલાકે શોભાયાત્રા લક્ષ્મીનગર વિસ્તારમાં ફરીને વાળંદ સેવા સમાજની વાડી, લક્ષ્મીનગર શેરીનં.૭ ખાતે પહોંચશે. જયાં સાંજે ૭ કલાકે મહાઆરતીનું આયોજન કરાયુ છે.

 ત્યાર બાદ સાંજે ૭:૩૫ થી ડી.જે.ના તાલે દાંડીયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. સાથો સાથ સૌ ભાવિકો માટે મહાપ્રસાદ પણ યોજાશે.

સંતશ્રીસેન મહારાજના જીવનચરિત્ર પર નાટક પણ રજુ કરવામાં આવશે. જેમાં કલાકારો પીયુષ ગાલોરીયા, ડેનીશા બગથરીયા, પાયલબેન, પાર્થ ગાલોરીયા, ઉર્વશી ગાલોરીયા, ચાંદની ગાલોરીયા, સતીષ મારૂ તથા જીલ રાઠોડ દ્વારા પ્રસ્તુતી કરાશે. આ અવસરે સર્વે સેનબંધુ પરિવારને પધારવા ત્રણેય સંસ્થાઓએ હાર્દીક આમંત્રણ પાઠવ્યું છે. આ તકે પ્રમુખ અરવિંદભાઈ કે.સોલંકી, ઉપપ્રમુખ નિતિનભાઈ રાઠોડ, મંત્રી ભરતભાઈ પી. ધોળકિયા, ખજાનચી ગીરધરભાઈ બી.બગથરીયા તથા પ્રોજેકટ ચેરમેન કિશોરભાઈ ધામેલીયાએ વિગતો વર્ણવી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:32 pm IST)