Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સાંજથી રેસકોર્ષમાં સરકારનો રાષ્ટ્રીય હસ્તકલા મેળો : મનોરંજન સાથે ખાણીપીણીનો ખજાનો

પ્રદર્શન અને વેચાણ : ભુપેન્દ્રસિંહ ઉદ્ઘાટક : પ્રવેશ અને પાર્કિંગ વિનામૂલ્યે મેળાનો લાભ લેવા ઇન્ડેક્ષ્ટ-સી.ના કાર્યવાહક નિયામક પી.જી. પટેલનું જાહેર નિમંત્રણ

રાજકોટ, તા. ૧૧ :  ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સીનો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરીયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરાંાગત કલાનો જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને પ્રદર્શન, નિદર્શન અને જાણવણી કરવાનો છે. ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા કમિનર, કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના કાર્યાન્વિત બોર્ડ કોર્પોરેશન સાથે જોડાયેલ વ્યકિતગત કારીગરો, મંડળોઓ, સંસ્થાઓ, સ્વ.સહાય જુથ અને કલસ્ટર્સને સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદવા આશયથી રાજકોટ ખાતે જીવંત નિદર્શન, પ્રદર્શન-સહ-વેચાણ મેળાનું ભવ્ય આયોજન કરેલ છે. આજે તા. ૧૧ થી ર૦ સુધી રેસકોર્ષ મેદાન, ફનવર્લ્ડની બાજુમાં રાષ્  ટ્રીય હસ્તકલા મેળો યોજાયેલ છે. જેનું ઉદ્ઘાટન પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કરશે.

ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા ''રાષ્ટ્રીય હસ્તકલા મેળો -ર૦૧૮'', રેસકોર્ષ મેદાન, રાજકોટમાં તા. ૧૧ થી તા. ર૦ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે જેમાં હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા, કચ્છી ભરત, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, હાથ બનાવટના ચંપલ, જરી જરદોશી વર્ક, અકીકની આઇટમો, માટીની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા, વુડન વોલપીસ, ચામડાના રમકડા, ગૃહઉદ્યોગ વિગેરે જેવી વિવિધ ચીજવસ્તુઓનું કારીગરો દ્વારા પ્રદર્શન સહ-વેચાણ કરવામાં આવશે. રાજયના ૧૪૦પ વધુ અને વસ્તુઓ પ્રદર્શન  વેચાણ માટે મુકાયેલ છે.

મેળામાં હાથશાળાનાં રાજય તથા બહારના કુલ ર૦૦ થી વધુ કારીગરો પ્રદર્શન- સહ-વેચાણ માટે ભાગ લેનાર છે. જેમાં વ્યકિતગત કારીગરો, સંસ્થા તથા સ્વ. સહાય જુથ્થોનાં કારીગરોનો પણ આયોજનમાં સમાવેશ કરેલ છે તેમજ મેળામાં  હાથશાળા-હસ્તકલાનાં રાજયના ર૦ થી વધુ કારીગરો દ્વારા જીવંત નિદર્શન કરવામાં આવનાર છે.

મેળાના મુલાકાતીઓનું કચ્છીઘોડીથી સ્વાગત, સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકો માટે કટપુતળી -પપેટ શો, ઢોલક વાદક -લોકસંગીત તથા ફૂડ સ્ટોલનો આનંદ મુલાકાતીઓ માંણી શકશે. મેળામાં પાર્કિંગ તથા પ્રવેશ વિના મૂલ્યે છે.

ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિશ્રી જયેશભાઇ રાદડીયા માન. મંત્રી , અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી તથા અતિથિ વિશેષ ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેનાર છે.

રાજકોટની કલાપ્રેમી જનતાને રાષ્ટ્રીય હસ્તકલા મેળો-ર૦૧૮ની મુલાકાત લઇ હાથશાળા હસ્તકલાની વિવિધ કાફટ વિશે જાણકારી મેળવવા, કારીગરો પાસેથી સીધી ખરીદીની સુવર્ણ તક ઝડપી કારીગરોને પ્રોત્સાહિત કરવા ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક પી.જી. પટેલ (જીએએસ) એ ભાવભર્યુ આમંત્રણ આપેલ છે.

(4:24 pm IST)