Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

રાજય સરકાર દ્વારા વધુ એક પ્રજાલક્ષી નીર્ણય : ડો દર્શિતાબેન શાહ

અકસ્માતમાં ઇજા પામેલને પ્રથમ ૪૮ કલાક સુધી વિના મુલ્યે સારવાર પુરી પાડવાના નિર્ણયને આવકારતા ડે. મેયર

રાજકોટ તા ૧૧ : રાજય સરકાર દ્વારા વધુ એક પ્રજાલક્ષી નિર્ણયને આવકારતા ડે મેયર ડો દર્શિતાબેન શાહએ જણાવેલ કે ગુજરાત રાજય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે, ત્યારે વધુ એક પ્રજાલક્ષી જિર્ણય લેવામાં આવેલ છે રાજયના કોઇપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઇજા પામેલને પ્રથમ ૪૮ કલાક  સુધી વિનામુલ્યે સારવાર પુડી પડાશે. જે નજીકના સ્થળે સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં પૂરી પડાશે. તેમજ રાજય સરકારશ્રી દ્વારા કોઇપણ જાતની આવક મર્યાદાને ધ્યાને લીધા વિના તમામ નાગરિકોને આનો લાભ મળશે. અકસ્માત ગ્રસ્ત તમામ દર્દીનેરૂ ૫૦,૦૦૦/- સુધીની નિઃશુલ્ક સારવાર મળશે.

આજે ગુજરાત રાજય વધુને વધુ વિશ્વના નકશામાં પ્રગતિશીલ બની રહ્યુ છે ત્યારે વિકાસશીલતા સાથે લોકોના આરોગ્યને લક્ષમાં રાખીને રાજય સરકારશ્રીના આ લોક ઉપયોગી નિર્ણય કરવા બદલ ખુબ ખુબ અભિનંદન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને ડે. મેયર દર્શિતાબેન શાહ દ્વારા પાઠવવામાં આવેલ છે.

(4:07 pm IST)