Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પોલીસ કમિશ્નર કચેરીએ આત્મ વિલોપનનો પ્રયાસના ગુનામાં સાત આરોપીના આગોતરા મંજુર

રાજકોટ તા ૧૧ : છેલલા ઘણા વર્ષોથી સતત કાનુની પ્રક્રિયા માં ચર્ચાના એરણે અને માત્ર પોલીસ કમિશ્નર કચેરીએ જ નહિ, પરંતુ તાજેતરમાં સચિવાલયમાં પણ આત્મવિલોપન કરવા ઉચ્ચારેલ ચિમકીથી સમગ્ર પોલીસ બેડાની ઉંઘ હરામ કરી પોલીસ ઉચ્ચ અધિકારીઓને દોડતી રાખનાર ફરીયાદી મિનલ પંચાલે કરેલ ફરીયાદના કામેસાત આરોપીઓને રાજકોટ એડી.સેશન્સ જજે આગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત જોઇએતો, વડોદરા મુકામો રહેતેા મિનલબેન વિનોદભાઇ પંચાલે રાજકોટ શહેર એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી (ર) જય પીઠવા, (ર) વિનોદ ગોહિલ,(૩)હિતેષ ત્રિોડા, (૪) કૈયા પીઠવા, (પમ્ઁ) પારૂલ દાવડા (૬) પરેશ દાવડા, (૭) અમિત પીઠવા, રહે. રાજકોટનાવિરૂધ્ધ એ મતલબની ફરીયાદ આપેલ કે ઉપરોકત આરોપીઓ કે જે ફરીયાદીના ભાઇઓ, બહેન, ભાભી, પતિ તથા ભાઇના મિત્રોએ એકસંપ કરી, એકબીજાને મદદગારી કરી, ગાળો આપી એસીડ છાંટી, સળગાવી નાખવાની ધમકી આપી રકમ પડાવવા ઁકોશિષ કરી,ગુનો આચરતા ફરીયાદીએ પોલીસ કમિશ્નર કચેરીએ આત્મવિલોપન કરવાની કોશિષ કરતા ઉપરોકત વિગતે ગુનો નોંધવામાં આવેલ.

સદર ગુનાના કામે સંભવિત ઘ્ધરપકડ સામે તહોમતદારોએ તેના એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન ખરજી દાખલ કરી હતી.

સુપિક્ષ્રમ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંતો ધ્યાને લેતા આરોપીઓની તરફેણમાં વિવેકબુધ્ધિની સતાનો ઉપયોગ કરવાનું ન્યાયોચિત જણાતું હોવાનું માની રાજકોટ સેશન્સ અદાલતે સાતેય આરોપીએને જામની પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકથ કામમાં અરજાદરો/આરોપીઓ વતી રાજકોટનાએડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુમર, સખદેવ દુભાગરા, જય પારેડી, કૈલાશ જે. જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(1:08 pm IST)