Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

અકસ્માતનો ભોગ બનનાર માટે ત્વરીત સારવારની સરકારની યોજના આશીર્વાદરૂપ

વિજયભાઇએ સાચા લોકનેતાનું ઉદાહરણ પુરૂ પાડયું : રાજુ ધ્રુવ

રાજકોટ તા. ૧૦ : ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયે અકસ્માત સારવાર યોજનાએ ઇતિહાસ રચી દીધો છે તેમ જણાવી ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલનો આભારમાની અભિનંદન પાઠવેલ છે.

ખરા સમયે ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવતી આ યોજના હેઠળ ગુજરાતના કોઇપણ નાગરિકને અકસ્માતે ઇજા થાય ત્યારે પ્રથમ ૪૮ કલાકની સારવારનો રૂ.૫૦ હજાર સુધીનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

ન ભુતો ન ભવિષ્ય સમાન આ યોજના આટલી સ્પષ્ટ, સરળ અને રાજયના હજારો નાગરીકોને જેનો લાભ મળવાનો છે એવી કલ્યાણકારી યોજના દેશની કોઇ સરકારે અમલમાં મુકી નથી. આ યોજનાને કારણે નાની મોટી ઇજા તથા મધ્યમ કક્ષાના ફેકચર કે હાડકાના ઓપરેશન તો લગભગ વિનામુલ્યે થઇ જશે. લાભાર્થી માટે આવકની પણ કોઇ મર્યાદા નથી. એટલે રાજયના દરેક નાગરિકને લાભ મળી શકશે.

રાજયના નાગરિકોની સુખાકારી અને સલામતીની ખેવના કરનારી સરકારે વધુ એક વખત લોકકલ્યાણનું કાર્ય કરી બતાવ્યુ છે. તેમ અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે.

(12:03 pm IST)