Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

રવિવારે મધર્સ ડે : માતૃપ્રેમ ઉજાગર થશે

રાજકોટ : રવિવારે મધર્સ ડે :  મા પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરવાનો દિવસ. મધર પ્લાઝમાં લેમ્પ મધર ટ્રોફી, ફઝલ, કોટેશન ફ્રેમ, કાર્ડસનો ખજાનો બજારોમાં ગોઠવાઇ ચૂકયો છે. ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસવાળા યુસુફભાઇ તથા હસનેનભાઇએ વિગતો આપતા જણાવ્યું કે આ વર્ષ અમારે ત્યાં અવનવા કાર્ડસ તથા ગીફટ આઇટેમો આવી છે. ગીફટ બોકસ, કોટેશન તથા ટેડીબીયરવાળા, મધર ટ્રોફી, મધર પ્લાઝમા લેમ્પ, મધરના શો પીસ, મધરના કોટેશનવાળી કાચની ફ્રેમ, મધરની કેન્ડલ, મોમ-મધર વાળા કીચેઇન, મોમ લખેલ લોકેટ, મધર્સ લખેલ પઝલ, મગ સાથે ગીફટ બોકસમાં ટેડીબીયર, આ ઉપરાંત સંખ્યાબંધ મધર્સને આપવા માટેની ગીફટો ઉપલબ્ધ છે. મધર્સ ડે નિમિતે પ૦થી વધુ ડીઝાઇનોના કાર્ડસ આવેલ છે. આ ઉપરાંત પર્સનલાઇઝ ગીફટો પણ તૈયાર કરી અપાય છે. ટૂંકમાં માતા પ્રત્યેનું ઋણ અદા કરવા સંતાનોમાં અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યા છે.

(9:48 am IST)