Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

રાજકોટ પોલીસે બે શખ્‍સોની MD ડ્રગ્સ સાથે કરી ધરપકડઃ બંન્ને આરોપીઓ પાસેથી 7.50 ગ્રામ MD ડ્રગ્સ તથા ૧ લાખ કર્યા કબજે

અગાઉ વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો

અમદાવાદઃ  રાજકોટમાં ઝડપાયેલા બંન્ને આરોપીઓ પાસેથી 7.50 ગ્રામ MD ડ્રગ્સ પણ ઝડપાયો છે. જે બંન્ને આરોપીઓના નામ શાહરૂખ જામ અને રાહુલ ગોસાઈ છે.

પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો. જે મુજબ ગુજરાતમાં વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કુલ 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું
દ્વારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિમંતના કફ સીરપના 1622 નંગ જપ્ત કરાયા તો સાથો સાથ દ્વારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ. વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે

(12:47 am IST)