Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

પ્રેમીને પામવા 5 માસના દીકરાને પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારવાના બે માસ પહેલાના બનાવમાં આશરે હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરતી રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ

રાજકોટઃ આજથી આશરે દોઢેક વર્ષ પહેલા આજીડેમ ચોકડી ખાતે રહેતી અમીષા અશોકભાઈ તળશીભાઈ ચાવડા રહે માંડા ડુંગર રાજકોટ વાળી હિતેષભાઈ રણછોડભાઈ પીપળીયા જાતે. પટેલ ઉવ. ૪૩ રહે. માંઘાતા પાર્ક હરભોલે સોસાયટી “શીવ” મકાન ગોંડલ જીલ્લો રાજકોટવાળાના પરીચયમાં આવેલ અને તેની સાથે મૈત્રી કરાર કરી પતિ પત્નિ તરીકે રહેતા હતા અને દરમ્યાન હિતેશ તથા અમીષાને એક દિકરાનો જન્મ થયેલ અને આ હિતેશ ડ્રાઈવીંગનું કામ કરતા હોય અને અવાર નવાર બહારગામ રહેતા હોય આ દરમ્યાન અમીષાને તેની બાજુમાં રહેતા મુન્ના રાજુભાઈ ડાભી જાતે. કોળી ઉવ. ૨૩ વર્ષ વાળા સાથે ઓળખાણ થયેલ અને આ મુન્નો અમીષાને અવાર નવાર કામમાં મદદ કરતો હોય જેના લીધે બંને વચ્ચે પ્રેમ સબંઘ બંઘાયેલ હતો. અને બંનેએ જાણ બહાર વડીયા જી. અમરેલી મુકામે તા.૧રા રા૨૦૨૧ ના રોજ રજીસ્ટર મેરેજ કરી લીધેલ અને બંને સાથે ભાગીને રહેવા માંગતા હોય જેમાં હિતેશ તથા અમીષાનો પુત્ર ધાર્મીક ઉવ. ૦૫ માસ વાળો પોતાને નડતરરૂપ થતો હોય જેથી તેનો નિકાલ કરવા સારૂ અમીષા તથા મુન્ના રાજુભાઈ ડાભીએ પૂર્વ આયોજીત પ્લાન બનાવી મુન્નાએ અમીષાને ધઉંમાં નાખવાના ટીકડા લાવી આપેલ હોય જે ટીકડા લઈને અમીષા તા. ૧૯/૦૨૨૦૨૧ ના રોજ પોતાના માતા પિતાના ઘરે રાજકોટ ખાતે આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર પિતૃ વાટીકા સોસાયટીમાં આવી ઘરે કોઈ હાજર ન હોય આ વખતે અમીષાએ દૂધમાં ઘઉંમાં નાખવાના ઝેરી ટુકડા ભેળવી પોતાના પુત્ર ધાર્મીક ઉવ, ૫ માસ વાળાને પીવડાવી દેતા ધાર્મીકની તબિયત લથડતા અમીષાએ તેના માતા પિતાને જાણ કરેલ કે કે ધાર્મીકને ભયણી થઈ ગયેલ છે જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવી ખોટી હકિકત જણાવી પ્રથમ શૈશવ હોસ્પિટલ પેડક રોડ રાજકોટ ખાતે અને ત્યાથી વધુ સારવાર અર્થે સરકારી હોસ્પીટલ રાજકોટ માં લઈ જતા ત્યાં ધાર્મીકનું મૃત્યુ થયેલ અને આ અમીષાએ પોતાના પતિ હિતેશને ફોનમાં જણાવેલ કે આવળા નાના છોકરાને કાપકૂપ ન કરાય જેથી આપણે ધાર્મીકનું પી.એમ. કરાવવુ નથી. તેમ હિતેશને પણ ખોટી હકિકત જણાવતા પી.એમ. કરાવેલ નહીં અને ધાર્મીકની લાશને લઈ ગોંડલ કંટોલીયા રોડ પર આવેલ કોળી સમાજના સ્મશાન ખાતે જઈ દફનવીધી કરેલ હતી.

આ બનાવ બાબતે ફરિયાદી હિતેષભાઈ રણછોડભાઈ પીપળીયા  રહે. માંધાતા પાર્ક હરભોલે સોસાયટી શીવ" મકાન ગોંડલને શંકા હોઇ જેથી ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ જે અરજીની પ્રાથમિક તપાસ દરમ્યાન ઉપરોક્ત હકીકત જણાઈ આવેલ હોઇ આગળની કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસને જાણ કરવામાં આવેલ જેથી પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણ કુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર  મનોહરસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ કમી, પુર્વ વિભાગ એચ.એલ.રાઠોડની સૂચના અને માર્ગદર્શન મુજબ આજીડેમ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૦૨૨૧૦૫૨૦૪૨૦૨૧ આઈ.પી.સી. કલમ ૩૦૨,૧૨૦(બી),૧૧૪ મુજબનો ગુન્હો તા. ૧૦/૦૪/૨૦૨૧ ના રોજ જાહેર કરવામાં આવેલ. આ ગુનામાં  ગોંડલ મુકામે ધાર્મીકની લાશને સ્મશાન ખાતે દફનવિધિ કરેલ હોય ગઈ કાલ તા. ૧૦/૦૪/૨૦૨૧ ના રોજ ગોંડલ શહેર એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ સાહેબની રૂબરૂમાં બાળકનો મૃતદેહ જ્યાં દફન કરેલ તે જગ્યાએથી મૃતદેહ બહાર કાઢી રાજકોટ શહેર ફોરેન્સીક વિભાગ સિવિલ હોસ્પીટલ ખાતે પી.એમ. કરાવી ફરીયાદ આધારે અમીષા તેમજ મુન્ના રાજુભાઈ ડાભી વિરૂધ્ધમાં પૂર્વ આયોજીત કાવતરું ઘડી ધાર્મીકને દૂધમાં ઘઉંના ટીકડા ભેળવી પીવડાવી તેનું મોત નીપજાવેલ હોય જે સબંઘમાં ઉપરોકત ગુન્હો દાખલ કરેલ છે અને આરોપીઓની ઘરપકડ કરવામાં આવેલ છે.

બે આરોપીઓઃ (૧) અમીષા ડો/ઓ અશોકભાઈ તળશીભાઈ ચાવડા જાતે. કોળી ઉવ. ૨૦ રહે. હાલ માંધાતા પાર્ક હરભોલે સોસાયટી પાસે ગોંડલ જીલ્લો રાજકોટ મુળ રહે. આજીડેમ ચોકડી માંડા ડુંગર પિતૃવાટીકા સોસાયટી ભરડીયા પાસે રાજકોટ

તથા (ર) મુન્ના રાજુભાઈ ડાભી જાતે કોળી ઉવ. ૨૩ રહેમોઘાતા પાર્ક હરભોલે સોસાયટી પાસે ગોંડલ જીલ્લો રાજકોટની ધરપકડ કરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી. જે. ચાવડા તથા પો.સબ ઇન્સ. એમ.એમ.ઝાલા તથા પો.સબ ઈન્સ. એમ.ડી.વાળા તથા એ.એસ.આઈ જાવેદભાઈ રીઝવી તથા પો.કોન્સ. સ્મિતભાઈ પટેલ તથા જયપાલભાઈ બરાળીયા તથા ટીમે કરી છે.

(6:21 pm IST)