Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મતદાન અચૂક કરજોઃ ડોકટરો, વકિલો, સામાજીક કાર્યકરો દ્વારા રેલી યોજી લોકોને જાગૃત કરાયા

રાજકોટઃ ભારતના ચૂંટણીપંચ દ્વારા મહતમ મતદાન થાય તે સંબંધે અનેક પ્રયત્નો અને પ્રયોગો થઇ રહ્યા છે. મતદાન વધારવા માટેના પ્રયોગો પેૈકી મહત્વનો અને અસરકારક પગલુ એટલે ''મતદાર જાગૃતિ અભિયાન'' છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકોટની શકિત સેવા સમિતિ, રાજકોટ બાર એસોસિએશન અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનનાં સંયુકત ઉપક્રમે મતદારોને પોતાના અધિકારો અંગે જાગૃત કરવા ''મતદાન જાગૃતિ અભિયાન'' ચલાવી સિનિયર સિટીઝનોથી લઇને વકિલો, ડોકટરો, વેપારીઓ, ખેડૂતો,યુવાઓ તથા પ્રજ્ઞાચક્ષુઓ વિગેરે દ્વારા મહતમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરાયું હતું. સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવેલ કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન સ્ટેજ, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સભામાં ફેરવાઇ ગયેલ. ત્યાં વધુમાં વધુ મતદાન કરવા તથા કરાવવા માટે અધિક કલેકટર પી.બી. પંડયા સાથે સૌ હાજર રહેલ તમામે મતદાન કરવા અને કરાવવા શપથ લીધા હતા. શકિત સેવા સમિતિના ચેરપર્સન શ્રીમતી લીનાબેન શુકલા અને વાઇસ ચેરપર્સન હીનાબેન પોપટ, સામાજીક કાર્યકર શ્રીમતી અલકાબેન ભારદ્વાજ, નેહાબેન શુકલા, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી, ટ્રેઝરર અમિતભાઇ ભગત, ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ ચેતનભાઇ લાલસેતા, પૂર્વ પ્રમુખ હિરેનભાઇ કોઠારી, રાજકોટ બાર એસોસિએશનના ભુતપૂર્વ કારોબારી સદસ્યો કે.સી. ભટ્ટ, એન.આર. જાડેજા, અજય પિપળિયા, સંદિપ વેકરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા સેનેટ સભ્ય કપિલ શુકલા, રાહિલ બિલ્ડર્સના રાહિલ શુકલા, મિત બિલ્ડર્સના મિત પટેલ, વરમોરા ગૃપના હિરેનભાઇ વરમોરા , રાજકોટ બાર એસોસિએશનનાં કારોબારી સદસ્યો જીતેન્દ્રભાઇ પારેખ, રીેતેષ ટોપિયા, રાજેશભાઇ ચાવડા, રાજકોટ બાર એસોસિએશનના વરિષ્ઠ સદસ્ય નિલેષભાઇ ગણાત્રા, મહેન્દ્રભાઇ શાહ, મહેશ્વરીબેન ચૌહાણે લોકશાહીમાં વધુમાં વધુ મતદાન થવા અંગે વકતવ્યો આપ્યા હતા. આ રેલીમાં આશરે ૧૫૦ જેટલા પ્રબુદ્ધ નાગરિકો તથા ક્રિકેટરો જોડાયા હતા.

(3:54 pm IST)