Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આલેલે... મોહનભાઈએ ચૂંટણી પ્રચારમાં જાદુગરોને પણ જોડયા

રાજકોટ :  ગુજરાત લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયાના સમર્ર્થનમાં વિધાનસભા - ૬૮, ૭૦, ૭૧માં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકરો સાથે મહારાષ્  ટ્રથી ૫૨ જેટલી ટીમ દ્વારા રાજયના વિવિધ શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોને ધમરોળી રહી છે. વિધાનસભા-૬૮માં છેલ્લા ચાર દિવસથી મોલ માર્કેટ તથા ભીડવાળા વિસ્તારમાં જાદુનો શો કરી લોકોને મતદાન કરવા માટે આકર્ષી રહ્યો છે. બીજી ટીમ જસદણ વિધાનસભા વિસ્તારમાં આવતા વિંછીયા, ભાડલા, કમળાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રોજના દસથી બાર જાદુના શો જયારે ગ્રામ્ય ૭૧ હેઠળ આવતા સરધાર તથા આસપાસના વિસ્તારોમાં જાદુગરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન તા.૧૩ થી ૫ દિવસ સુધી રાજયના અને રાજકોટના વિવિધ વિસ્તારોમાં ડાન્સીંગ, એલઈડી બેન્જો દ્વારા પ્રચાર - પ્રસાર કરવામાં આવશે. આ સમગ્ર જાદુગરને પ્રચાર - પ્રસારની જવાબદારી રાજકોટ લોકસભા ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના આગેવાની હેઠળના સંસદીય મત ક્ષેત્રના શ્રી મુકેશભાઈ બુંદેલા સંભાળી રહ્યા છે. ઉપરાંત તેમની સાથે અનિલ પારેખ, પ્રવિણભાઈ ડોડીયા, રાજન ઠક્કર, હરેશ જોષી, જયંત ઠક્કર, ભરત સોલંકી, હરીશ ફીચડીયા, હરીશ મેર, નરેન્દ્ર મારડીયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:37 pm IST)