Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આરોપી પોલીસમેન સહિતના સામે કડક પગલા લેવાની શ્રી રાજપૂત કરણી સેના, શ્રી સૂર્ય સેના અને કાઠી-ક્ષત્રિય સમાજની ઉગ્ર રજૂઆત

. જસદણના કાઠી યુવાન કુલદીપ ચાંપરાજભાઇ ખવડ (ઉ.૨૨)ની હત્યા અને તેના મિત્ર અભિલવ શિવકુભાઇ ખાચર (ઉ.૨૬)ની હત્યાના પ્રયાસની ઘટનામાં સંડોવાયેલા બે પોલીસમેન હિરેન ખેરડીયા અને વિજય ડાંગર સહિતના આરોપીઓને તાકીદે ઝડપી લઇ કાયદાની રૂએ કડકમાં કડક પગલા લેવાની માંગણી આજે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સમક્ષ શ્રી કાઠી-ક્ષત્રિય સમાજ, શ્રી સૂર્યસેના અને શ્રી રાજપૂત કરણી સેનાના આગેવાનો-કાર્યકરોએ કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ત્રણેય પાંખના કાર્યકરો અને આગેવાનોએ પોલીસ કમિશનર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થાની ધજ્જીયા ઉડાવતી ઘટનામાં ખુદ કાયદાના રક્ષકો જ ભક્ષકો બન્યાના મુદ્દાને અતિ ગંભીર ગણી તપાસમાં કોઇ કચાસ ન રહે અને આરોપીઓને સખ્તમાં સખ્ત નશ્યત પહોંચે તેવી ઉગ્ર માંગણી સુત્રોચ્ચાર કરીને રજૂ કરી હતી. પોલીસ કમિશનર અગ્રવાલે આ સંદર્ભે માંગણી મુજબ જ કાર્યવાહી થશે તેવી ખાત્રી આપી હતી. આ રજૂઆતમાં માણસુરભાઇ વાળા, શિવરાજભાઇ ખાચર, જસદણના રાજુભાઇ કાઠી, નિપીભાઇ અને ટીનુભાઇ કાઠી, જે. પી. જાડેજા, ભરતસિંહ જાડેજા, ભરતભાઇ વાળા, રાજદિપસિંહ ચુડાસમા સહિતના જોડાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:30 pm IST)