Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મહિકામાં ૨૫મીથી ક્રિકેટ કોંચીગ સ્કુલનો પ્રારંભ

ગ્રીનફાર્મ અને વાયબી સ્પોર્ટસ એકેડમીનું સાહસ : શિક્ષણ સાથે ક્રિકેટનું પણ જ્ઞાન મળશેઃ પાંચ એકરની વિશાળ જગ્યામાં ઓપન ટુર્નામેન્ટ રમાશેઃ રણજીના ખેલાડીઓ પણ માર્ગદર્શન આપશેઃ યુસુફ- ફિરોઝ બાંભણીયા

રાજકોટઃ તા.૧૧, મહિકા ગામ નજીક ૫ એકરની જગ્યામાં પથરાયેલ વિશાળ કેમ્પસમાં  ગ્રીનફાર્મ સ્કુલ ઓફ વિવેકાનંદ ગ્રુપના ટ્રસ્ટી શ્રી ધીરેનભાઇ કોરાટ છેલ્લા ૪૦  વર્ષથી શિક્ષણક્ષેત્રે જોડાયેલા છે. તેઓની વાયુબી સ્પોર્ટસ ક્રિકેટ એકેડમીના પ્રમુખ અને સાથે y b sports cricket પુર્વ રણજી ટ્રોફિ ખેલાડી અને સીનીયર કોચ યુસુફ બાંભણીયા અને ફિરોઝ બાંભણિયા અને ફિરોઝ બાંભણિયા દ્વારા ગ્રીન ફાર્મ એકેડેમી ક્રિકેટ કોચિંગ સ્કુલનું આયોજન થવા જઇ રહયુ છે.

 અહિ પ્રથમ વખત ક્રિકેટ અને શિક્ષણ એક સાથે આયોજન કરતી પ્રથમ સ્કુલ બનશે. આધુનિક પધ્ધતીનું ક્રિકેટ કોચિંગ સાથે સ્પોટ્સ સાયન્સના તમામ સાધનો, યોયો ફિટનેશ ટેસ્ટની તાલીમ, ઉચ્ચ કક્ષાનો ડાયેટ ચાર્ટ, તાલીમબધ્ધ પધ્ધતિથી કોચિંગ તેમજ ક્રિકેટનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે વર્ષ દરમિયાન અનુભવી ક્રિકેટરો દ્વારા સેમિનાર મેચ પ્રેકટીસ તેમજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે.

 રેગ્યુલર બેઝ પર અન્ડર ૧૪,૧૯,૨૩ વર્ષના ક્રિકેટરો માટે ટુર્નામેન્ટ તેમજ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતની તમામ કલબના ક્રિકેટરો માટે ટુર્નામેન્ટ, સ્કુલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ, આ ગ્રાઉન્ડમાં તમામ સ્કુલો માટે અલગ-અલગ ટુર્નામેન્ટ યોજાશે. ક્રિકેટ ઉપરાંત તમામ રમતો માટે મેદાન ઉપલબ્ધ કરવામાં આવશે.

  એકેડેમીનું લક્ષ્ય રાજકોટ અને સૌરાષ્ટ્ર- ગુજરાતને સ્પોર્ટસ ક્ષેત્રે અલગ ઓળખ આપવા માંગે છે. આવક જે માનવ મંદીરમાં (મેન્ટલ રીટાયર્ડ માણસોના આશ્રમ) પુરી પાડવામાં આવશે. સંસ્થાના મુખ્ય સંયોજકો એવા શ્રી ધીરેનભાઇ કોરાટ છેલ્લા ૨૦ વર્ષથી ત્રંબા નજીક માનવ મંદીર નામની સંસ્થા નિઃસ્વાર્થ ભાવે તેમજ કોઇપણ જાતની મોટી આર્થિક સહાય વિના ચલાવી રહયા છે.

 આગામી ૨૫ એપ્રિલથી ૫ એકરના ગ્રીનટોપ ગ્રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની મંજુરી સાથે u -12, u-14, u-16, u-19 અને ઓપન ગ્રુપની  ટુર્નામેન્ટ થશે. ૨૫મીથી જ ઉચ્ચ કક્ષાના તાલીમબધ્ધ ક્રિકેટ કોચિંગ કેમ્પની શરુઆત થશે. તેમજ પ્રથમ વખતે ગુજરાતમાં અન્ડર-૧૨ની આઇપીએલ થવા જઇ રહી છે. જેમા u 12 ના બાળકોને કલર કપડા, વાઇટ બોલ તેમજ દરેક મેચમાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.

 ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુજરાત તેમજ નેશનલ લેવલની ટુર્નામેન્ટનું આયોજન થશે. જેમાં ઓલરેડી, કાશ્મીર, પંજાબ, કલકતા, બેંગ્લોર, મુંબઇ જેવી નામાંકીત સ્કુલો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. એકેડેમીના આયોજનને બીસીઆઇના ભુતપુર્વ  સેક્રેટરી શ્રી નિરંજનભાઇ શાહે બિરદાવ્યું હતું.

 આ ઉપરાંત ક્રિકેટના ભીષ્મ પિતામહ એવા શ્રી મુળુભા જાડેજા, બીમલભાઇ જાડેજા, સૌરાષ્ટ્રના સની કહેવાતા એવા સુધીર તન્ના, બીજ દત્તા, ફાસ્ટ બોલર એવા ચેતન માંકડ, રાજેશ ગરસોંડીયા, હિતેષ પરસાણા, મનોજ પરમાર (યુ.કે.) ધર્મેન્દ્ર ચુડાસમા, ઇનાયતખાન પઠાણ, કશ્યપ મહેતા, પ્રકાશ ભટ્ટ, તેમજ મહેન્દ્રભાઇ રાજદેવ, મહેશભાઇ ચૌહાણ, સીરીશભાઇ બુચ, રાજેન્દ્રભાઇ શાહ, મોહનભાઇ જાડેજા, રામભાઇ આડેદરા, સીરીશભાઇ બુચ, રાજેન્દ્રસિંહ જાડેજા, પુનમ પંડીતે પણ શુભેચ્છા પાઠવી હતી. હાલ રણજીટ્રોફિના કોચ સિતાશું કોટક, હિતેષ ગૌસ્વામી જેવા નામાંકીત કોચ પણ એકેડમીમાં યોગ્ય સમયે સેવા આપશે.

 આ અંગે વધુ માહિતી માટે યુસુફ બાંભણીયા (મો.૯૮૨૪૩૯૧૦૧૫), ફિરોઝ બાંભણીયા (મો.૯૦૯૯૨૮૭૦૬૮), અમિતભાઇ દંગી ૮૩૨૦૮૪૨૪૦૭ તેમજ નૈનષભાઇ કોરાટનો સંપર્ક કરી શકાય છે. (વિક્રમ ડાભી)

(4:45 pm IST)