Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કથા એ પરાત્પર પરબ્રહ્મનું અક્ષર સ્વરૂપઃ દિપશીખા વહુજી

આર.એમ.સી. ગ્રાઉન્ડમાં વાણીયાવાડીમાં વલ્લભાખ્યાન કથાનો પ્રારંભ

રાજકોટ,: શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૧ માં પ્રાગટ્ય ઉત્સવ ઉપક્રમે સપ્તમગૃહ શ્રી મદનમોહનલાલ હવેલી ટ્રસ્ટ તેમજ વ્રજધામ ગૃપના ઉપક્રમે રાજકોટના વાણીયાવાડી નજીક આવેલા આર.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે ''શ્રી વલ્લભાખ્યાન કથા''નું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. વિરાટ સમીયાણા(ડોમ)માં સપ્તગૃહ યુવરાજ શ્રી અનિરૂધ્ધલાલજી મહોદયશ્રી અને કથા પ્રવકતા અ.સોૈ.દિપશીખા વહુજીની આગેવાની સાથે કથાના મનોરથી પરિવારો ભરતભાઇ લાઠીગરા, સી.જે. ચોકસી (નડીયાદ)તેમજ વિશાલભાઇ પોપટ સહિતના વૈષ્ણવોએ 'પોથીયાત્રા' સાથે મંડપ પ્રવેશ કર્યો હતો. વાજતે-ગાજતે પોથીજી વ્યાસાસને બિરાજયા હતાં. દિપપ્રાગટ્ય અને શ્રી ઠાકોરજીને માલ્યાપર્ણ કરી કથા સત્રનો પ્રારંભ કરતા પૂ.ગો.શ્રી અનિરૂધ્ધજી મહોદયશ્રીએ આશિર્વચનો આપતા શ્રી મહાપ્રભુજીના પ્રાાગટ્ય ઉત્સવ ઉપક્રમે એમના પૂ.પા.દાદાશ્રી ગો.શ્રી ધનશ્યામલાલજી મહારાજશ્રીની સ્મૃતિઓને વાગોળતા એમની જ ઇચ્છા અને આજ્ઞાથી આયોજીત સત્સંગને માણવા શ્રોતાઓને અપીલ કરતાં કથા પ્રવકતા અ.સોૈ.દિપશીખા વહુજીની શ્રી વલ્લભાખ્યાન કથા-વિશમની તૈયારી અને શૈલી માટે પ્રસંશા સાથે આર્શિવાદ આપ્યા હતા. કથાના ઉદઘોષક અને મંચ સંચાલક ભુપેન્દ્રભાઇ છાટબારે પૂ. દિપશીખા વહુજીનો પરિચય રજુ કર્યો હતો. શ્રી મંગલાચરણ સાથે કથાનો પ્રારંભ કરતા પૂ.શ્રી વહુજીએ પૂર્વાચાર્યો અને પ્રભુની કૃપાના સ્વીકાર સાથે સોૈ વડીલોની વંદના કરતા શ્રી વલ્લભાખ્યાન કથા ના વિષય અંગે પૂ. દાદાજીનું સ્મરણ કરી એમને ભાવાંજલી અર્પી હતી. કથા એટલે શું?ક અને થા અક્ષરોને વિીવધ સમાસ રૂપે વિભાજીત કરી કથા શબ્દનો અર્થ તેઓએ સમજાવ્યો હતો કથાએ પરાત્પર પરબ્રહ્મનું અક્ષર સ્વરૂપ એટલે અક્ષરબ્રહ્મ છે. જેમાં ઇશ્વરના શ્રી યશ-ધર્મ-જ્ઞાન અને વૈરાગ્ય સહિતના છ એ ધર્મો છે. એટલે કથાના શ્રવણ દ્વારા પણ પરાત્પર પરબ્રહ્મની પ્રાપ્તિ અને દર્શન સુલભ બને છે.અને બાદમાં વલ્લભાખ્યાન વિષે વિગતે છણાવટ કરી હતી.આ કથા દરમ્યાન કિર્તન સંગતમાં વડોદરાનાં પ્રસિધ્ધ કિર્તનકારો- પ.ભ.શ્રી. રશેષ શાહ એમના બહેન શ્રીમતિ માધવી શાહ તેમજ અન્ય વાદ્યવૃંદ દ્વારા શ્રી વલ્લભાખ્યાન પદોનું પ્રાચીન પ્રણાલી મુજબ મધુર ગાન થયું હતું.પ્રથમ દિવસની આ કથામાં જુનાગઢ ચોપાસની ગૃહના યુવાઆચાર્ય પૂ.ગો.શ્રી પુરૂષોતમલાલજી મહોદયશ્રીનું સમિતિ દ્વારા સ્વાગત સાથે મનોરથીએ માલ્યાપર્ણ કરી વંદન કરી હતી. કથા સત્રને સમાંતર રાત્રી કાર્યક્રમો પણ સમિતિ દ્વારા આયોજીત કરવામાં આવ્યા  છે. પ્રથમ દિવસે રાત્રીના સોૈરાષ્ટ્રના પ્રસિધ્ધ હાસ્યાકાર શ્રી ગુણવંત ચુડાસમાએ આગવી શૈલી સાથે શ્રોતાઓને હાસ્યની રંગત કરાવી હતી.આ સમસ્ત કથા પ્રસંગ તેમજ રાત્રી કાર્યક્રમોનું 'શુભ' ેચેનલ દ્વારા લાઇવ પ્રસારણ થઇ રહ્યુ છે. તા.૧૪ સુધી આયોજીત આ કથાનો વધુનેવધુ શ્રોતાઓ લાભ લેવા અનુરોધ કરાયો છે.આ કથાને સફળ બનાવવા ''શ્રી વ્રજધામ ગૃપ'' ના પ્રમુખ ગોવિંદભાઇ દાવડા, હિતેશભાઇ રાજપરા, જીતેશભાઇ રાણપરા, હિરેન સુચક, ચંદ્રેશ લાલાણી, હર્ષદભાઇ ફીચડીયા, સુખલાલભાઇ માંડલીયા, અતુલભાઇ સહિત અને વૈષ્ણવો જહેમત ઉઠાવી રહ્યા છે.વધુ માહિતી માટે વિનુભાઇ ડેલાવાળા મો. ૯૨૨૮૨ ૦૦૧૮૧, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા મો. ૯૪૨૮૦ ૦૪૪૦૧, મહેન્દ્રભાઇ ફળદુ મો. ૯૮૨૪૨ ૧૦૮૯૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(4:36 pm IST)