Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જગન્નાથ મંદિર કૈલાસધામના શ્રી ત્યાગી રામકિશોરદાસબાપુને ગંભીર અકસ્માત : સારવાર માટે સેવકગણ દ્વારા સેવાયજ્ઞ

મોટી રકમની જરૂરીયાત : ઉદાર હાથે આર્થિક સહાયની હાકલ

રાજકોટ તા. ૧૧ : નાનામૌવા રોડ પર આવેલ શ્રી ખોડીયાર મંદિર, જગન્નાથ કૈલાસધામ આશ્રમમાં વર્ષોથી જગન્નાથજી ગૌશાળા, અન્નક્ષેત્ર અને અષાઢીબીજ શોભાયાત્રાના આયોજનો કરતા શ્રી ત્યાગી રામકિશોરદાસજી બાપુને ગત અષાઢી બીજ પછીના દિવસોમાં ભોપાલ ભંડારામાંથી પરત ફરતી વખતે કુવાડવા નજીક ગંભીર અકસ્માત નડતા તુરંત વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

સ્પાઇનનું ઓપરેશન કરાયા બાદ ૨૯ દિવસમાં ૬ થી ૭ લાખનો ખર્ચ કરાયા બાદ ભાવિક ભકતોના સહયોગથી વધુ સારવાર માટે ફીઝીયોથેરાપી સારવાર પણ અપાઇ હતી. બાદમાં દીલ્હીની ગાંગારામ હોસ્પિટલમાં સારવાર કરાવાઇ છે. ત્યાં પાંચેક લાખનો ખર્ચ થઇ ચુકયો છે. હાથ પગની મુવમેન્ટ શરૂ થઇ પરંતુ શ્વાસમાં તકલીફ રહેતી હોય વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલ. આમ અત્યાર સુધીમાં બાપુની સારવાર પાછળ રૂ.૧૫ લાખ જેવો ખર્ચ થયો હોવાનું કૈલાસધામ આશ્રમ નાનામૌવા, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

પૂ. ત્યાગી રામકિશોરદાસજી બાપુની આગળની સારવાર માટે હજુ રૂ. ૧૦ લાખ જેવી જરૂરીયાત હોય દાતાઓ, સેવકગણે આગળ આવવા અપીલ કરાઇ છે. સહયોગી બનવા 'શ્રી ગંગારામ હોસ્પિટલ દિલ્હી' ના નામે એચ.ડી.એફ.સી. બેન્ક ખાતા નં. ૦૦૨૬૧૦૦૦૦૪૩૪૦૧ (બ્રાંચ કોડ ૦૦૨૬/આરટીજીએસ, આઇએફસી કોડ : એચડીએફસી ૦૦૦૦૦૨૬) છે. અથવા 'ત્યાગી રામકિશોરદાસ' નામથી રાજકોટની સીટીઝન બેંક, ખાતા નં. ૪૭૧૦૦૨૦૦૧૦૧૫૯૬૫) માં જમા કરાવવા અથવા વધુ વિગત માટે મો.૯૪૦૮૨ ૯૦૪૨૩ અથવા મો.૮૮૩૯૮ ૪૩૮૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૧)

(12:15 pm IST)