Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

૧૨ માર્ચ વર્લ્ડ કિડની ડે

કાલે ૧માર્ચ વર્લ્ડ કિડની ડે

ડાયાબીટીસ - બીપી અને વધારે પડતી પેઇનકયુલર દવાથી કિડનીના રોગો થાય છે ડાયાબીટીસ - બીપી અને વધારે પડતી પેઇનકયુલર દવાથી કિડનીના રોગો થાય છે

રાજકોટ તા. ૧૧ : વોકહાર્ટ હોસ્પીટલના વરિષ્ઠ યુરોલોજીસ્ટ ડો.રાજેશ ગણાત્રા એ વર્લ્ડ કિડની ડે વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે દર વર્ષે માર્ચ મહિનાનો બીજા ગુરૂવાર વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામા આવે છે.આ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ સમાજના લોકોમા કિડની અને તેમા થતી બીમારીઓ વિશે જાગૃતતા લાવવાનો છે.દર વર્ષે બે લાખ વિસ હજાર થી બે લાખ પીંચોતેર હજાર નવા કિડનીના દર્દીઓ ઉમેરાય છે.છેલ્લા ૧પ વર્ષોમાં તેની સંખ્યામા બમણો વધારો જોવા મળ્યો છે.કિડનીના રોગો થવાના મુખ્ય કારણોમાં ડાયાબીટીસ અને બી.પી જવાબદાર પરિબળ છે તેને નિયમીત કાબુમાં રાખવુ તે ખુબ  જરૂરી છે તેમા બેદરકારી રાખવાથી કિડની ઉપર ગંભીર અસર થઈ શકે છે.બીજુ મહત્વનુ કારણ લોહીનુ દબાણ(બ્લડ પ્રેસર) છે તેને કાબુમાં ન રાખીએ તો પણ કીડની ઉપર માઠી અસર થઈ શકે છે.ત્રીજુ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પથરી પણ જવાબદાર હોય છે તેની સમયસર સારવાર ન કરાવીએ તો પણ કીડની કામ કરતી બંધ થઈ જાય છે. વધારે પડતા પેઈનકયુલર દવાઓ લેવાથી પણ કીડનીને ઘણુ જ નુકશાન પહોંચી શકે છે.બહારના જંકફુડ,વધુ નમકવાળા,નોનવેજ ખાવાથી કીડનીને નુકશાન પહોંચે છે.તદ્ઉપરાંત વારસાગત(જીનેટીક),જન્મજાત ખોડખાપણ(કોન્જેન્ટીક) વગેરે ઘણા જ કારણો હોઈ શકે છે.તમાકુ તથા દારૂના સેવન કરવાથી કીડનીનુ કેન્સર થઈ શકે છે.

વધુમાં ડો.ગણાત્રાએ જણાવ્યુ હતુ રોગની સમયસર સારવાર કરતા તેને થતો અટકાવો તે હંમેશા લાભદાયક અને શાણપણનુ કામ કહેવાય. તેથી જ નિયમીત સમયાંતરે કીડનીનુ ચેકઅપ કરાવવુ હિતાવહ છે.કીડનીના ટેસ્ટમા લોહી એસ–ક્રિએટીનાઈન અને સાદો યુરીનનો ટેસ્ટ ઘણો જ સફળ નીવડે છે.જો ડાયાબીટીસ રહેતુ હોય તો યુરીન ફોર માઈક્રો આલ્બીન્યુરીઆ(પ્રોટીનનુ પેશાબમા વહી જવુ) નો ટેસ્ટ ખુબ જ સફળ નીવડે છે.

ડો.રાજેશ ગણાત્રાએ કીડનીને સારી રાખવાના ઉપાયો જણાવતા કહ્યંુ હતુ કે કીડનીને સાફ રાખવા માટે નિયમીત પાણી પીવુ જોઈએ અને આર.ઓ નુ પાણી પીવાથી કીડની ચોખ્ખી રહે તે માન્યતા ખોટી છે.ઘણા પુરૂષો અને સ્ત્રીઓને કામના દબાણ હેઠળ પેશાબ રોકવાની ટેવ હોય છે તે કીડની માટે જરા પણ હિતાવહ નથી.હંમેશા ગરમ અને પૌષ્ટીક આહાર લેવો જોઈએ.કીડની પર નમકની વધુ માત્રા અસર કરે છે અને નુકશાન કારક છે.જે લોકોને ડાયાબીટીસ તથા બ્લડપ્રેસરની સમસ્યા છે તેને નિયમીત ટેસ્ટ કરાવવુ અને નિયંત્રણમા રાખવુ જોઈએ,સ્વાસ્થ્યને જાળવવા માટે હંમેશા તમાકુ–દારૂના વ્યશનથી દુર રહેવુ, દરરોજ નિયમીત રીતે શારીરીક કસરત કરવી જોઈએ અને જીમમા જવા કરતા કુદરતી વાતાવરણમા કસરત વધુ લાભકારક છે. 'બેઠાળુ જીવન તે રોગનુ ઘર' આ કહેવત ૧૦૦% સાચી છે.જો કીડની વિશે કોઈ શંકા થાય તો ખોટી ચિંતા કરવા કરતા સમયસર કિડનીના નિષ્ણાંત યુરોલોજીસ્ટ કે નેફ્રોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ.

માર્ગદર્શન અને માહિતી

ડો. રાજેશ ગણાત્રા

એમ.એસ., ડી.એન.બી. (યુરોલોજી)

યુરોલોજીસ્ટ

એન.એમ.વિરાણી

વોકહાર્ટ હોસ્પિટલ

(3:27 pm IST)