Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

એસઓજી-ક્રાઇમ બ્રાંચનો મહિકાના પાટીયે વાડીમાં 'કટીંગ' વખતે મોડી રાતે દરોડોઃ ૫૧ પેટી દારૂ પકડ્યો

હોળીના દિવસે સતત ત્રણ દરોડા, ધૂળેટીની રાતે ચોથો દરોડોઃ લાખોનો દારૂ પકડ્યો : બોલેરો પિકઅપનો ચાલક અને બાઇક ચાલકો ભાગી ગયાઃ કુલ ૪,૯૮,૬૦૦નો મુદ્દામાલ કબ્જે : ભગવતીપરાના છેડે હરિભાઇ ચોૈહાણની વાડીની ઓરડીમાંથી ૫૩ પેટી વિદેશી દારૂ સાથે નવાગામનો પંકજ બાવળીયા પકડાયો : ચારેય દરોડામાં હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને કોન્સ. હરદેવસિંહ રાણાની બાતમી પરથી પીઆઇ આર.વાય. રાવલ અને પીએસઆઇ એ. એસ. સોનારાની ટીમને સફળતા

રાજકોટ તા. ૧૧: હોળી-ધૂળેટી પર્વ નિમીતે યોજાયેલી ડ્રાઇવમાં પોલીસે ઠેર-ઠેર દારૂના દરોડા પાડ્યા હતાં. જેમાં વિદેશી તેમજ દેશી દારૂ પકડાયો હતો. એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમે હોળીની સાંજે ભગવતીપરા મેઇન રોડ પર કબીરવાડીથી ખાગળ નવા ૪૦ ફુટ રોડના છેડે હરિભાઇ ચોૈહાણની વાડીમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી નવાગામ રંગીલા સોસાયટી સોમનાથ રેસિડેન્સી બ્લોક નં. ૩૮માં રહેતાં પંકજ પોપટભાઇ બાવળીયા (ઉ.૩૧)ને રૂ. ૧,૯૦,૮૦૦ના ૫૩ પેટી (૬૩૬ બોટલ) દારૂ સાથે પકડી લીધો હતો. જ્યારે ધૂળેટીની મોડી રાતે રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકા ગામના પાટીયાથી આગળ આવેલી લાભુભાઇ બચુભાઇ આહિરની વાડીમાં દરોડો પાડી રૂ. ૭,૮૩,૬૦૦નો ૫૧ પેટી દારૂ ભરેલી બોલેરો જીજે૧૩એટી-૫૩૬૨ અને બાઇક જીજે૦૩કેકયુ-૬૮૦૬ કબ્જે કર્યા હતાં.

આ વાડીમાં કટીંગ થઇ રહ્યું હોવાની બાતમી ડીસીબીના હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાને મળતાં મોડી રાતે દરોડો પાડવામાં આવતાં બુટલેગરો ભાગી ગયા હતાં. પોલીસે કુલ રૂ. ૪,૯૮,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ એ. એસ. સોનારા, સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી ઉપરોકત બંને દરોડો પાડવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમે હોળી-ધૂળેટી પર્વમાં એક જ દિવસમાં ત્રણ દરોડા પાડી લાખોનો દારૂ પકડી લીધો હતો. ત્યાં ધૂળેટીની રાતે ચોથો દરોડો પાડ્યો છે. આ ઉપરાંત હોળીના આગલા દિવસે બે ગેરકાયદેસર હથીયારના કેસ પણ કર્યા હતાં.

પોલીસની ડ્રાઇવમાં અનેક ઝપટે ચડ્યા : પોલીસને જોઇ ચાલક એકટીવા મુકી ભાગ્યોઃ ડેકીમાંથી ૩ બોટલ દારૂ મળ્યો

કોઠારીયા રોડ પરષાણા સોસાયટી-૩ પુરૂષાર્થ મકાન પાસે પોલીસને જોઇ એક શખ્સ જીજે૦૩એચપી-૧૨૧૭ નંબરનું એકટીવા મુકીને ભાગી ગયો હતો. હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા અને કોન્સ. મનિષભાઇ શિરોડીયાએ તપાસ કરતાં ડેકીમાંથી રૂ. ૧૫૦૦ની દારૂની ત્રણ બોટલ મળતાં ગુનો નોંધી વાહન-બોટલો કબ્જે કરી ભાગી ગયેલા શખ્સની તપાસ હાથ ધરી છે.

બામણબોર પાસે પ્રવિણ દેશી દારૂ સાથે પકડાયો

બામણબોર જીઆઇડીસી પાસેથી વાંકાનેર રંગપરના પ્રવિણ પુનાભાઇ ગોગીયાને રૂ. ૨૪૦ના ૧૨ લિટર દેશી દારૂ સાથે કુવાડવાના હેડકોન્સ. એમ. એમ. ઝાલા, મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા સહિતે પકડ્યો હતો.

શીતળાધાર પાસેથી મુકેશ દારૂ સાથે પકડાયો

ગોંડલ રોડ શિતળાધાર પાસે રહેતાં મુકેશ વીભાભાઇ દસાડીયાને આજીડેમના શૈલેષભાઇ ભીંચડીયા અને શૈલેષભાઇ નેચડાએ રૂ. ૧૬૦ના દેશી દારૂ સાથે અને રાજેશ સામંતભાઇ મેણીયાને રૂ. ૧૪૦ના દારૂ સાથે દિગુભા ઝાલા અને મહેન્દ્રભાઇ પરમારે પકડ્યો હતો.

શ્રોફ રોડ પરથી પુરી 'દેશી' સાથે પકડાઇ

કુબલીયાપરા-૬માં રહેતી પુરી દિપક સોલંકી દેશી દારૂ સાથે શ્રોફ રોડ કિતાબ ઘર નજીક આવતાં પ્ર.નગરના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને પ્રશાંતભાઇ મારૂએ પકડી લીધી હતી.

રૈયામાં વનરાજ ઉર્ફ પોઠીયો દારૂ મુકીને ભાગ્યો

રૈ્યા ગામ ઝૂપડા પાસે રહેતો વનરાજ ઉર્ફ પોઠીયો લાલજીભાઇ સાડમીયા પોલીસને જોઇ રૂ. ૨૦૦નો દેશી દારૂ મુકી ભાગી જતાં યુનિવર્સિટીના એચ. જે. જાડેજા અને જયંતિગીરી ગોસ્વામીએ કેસ નોંધ્યો હતો.

કેવડાવાડીનો સંજય બાલાસરા દારૂ પી કાર હંકારતો પકડાયો

કેવડાવાડી-૨/૨૦માં મહાલક્ષ્મી મંદિર પાસે રહેતો સંજય મુળુભાઇ બાલાસરા (ઉ.૩૩) દારૂ પી પેલેસ રોડ પરથી સર્પાકાર રીતે કાર હંકારીને નીકળતાં એ-ડિવીઝનના મેરૂભા ઝાલા, હેડકોન્સ. આઇ. જી. જાડેજાએ પકડી લીધો હતો. તેમજ ભોમેશ્વર-૯ના હરપાલસિંહ ચંપકસિંહ જાડેજા (ઉ.૫૫)ની પણ દારૂ પી કાર જીજે૧૦એપી-૪૫૪૬ હંકારી પારવેડી ચોકમાંથી નીકળતાં કોન્સ. રણજીતભાઇએ કાર્યવાહી કરી હતી. પરમીટ હોવા છતાં તેણે સાથે નહિ રાખ્યાની ફરિયાદમાં નોંધ છે.

ભગવતીપરામાંથી સૂરજ ૧ બોટલ દારૂ સાથે, રમેશ પીધેલો પકડાયો

ભગવતીપરા સુખસાગર હોલ પાસે અંબિકા પાર્કમાં રહેતાં સૂરજ સુશાંતભાઇ પાંડુ (ઉ.૨૪)ને હોળી-ધુળેટીની રાતે સવા બે વાગ્યે ભગવતીપરા રોડ પરથી હેડકોન્સ. વિરમભાઇ ધગલ સહિતે રૂ. ૪૦૦ના ૧ બોટલ દારૂ સાથે પકડ્યો હતો. જ્યારે ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતો રમેશ ઉત્તમભાઇ સંતરા (ઉ.૨૧) હોળીની રાતે દારૂ પી ભગવતીપરામાંથી નીકળતાં કોન્સ. મહેશભાઇએ પકડી લીધો હતો.

માધાપર ચોકડીએ હરેશ દારૂ પી બાઇક હંકારતા મળ્યો

પડધરીના મોવૈયા ગામમાં રહેતો હરેશ કિશોરભાઇ રાઠોડ દારૂ પી બાઇક હંકારી હોળીની સાંજે માધાપર ચોકડીએથી નીકળતાં ગાંધીગ્રામના ખોડુભા જાડેજા અને વનરાજ લાવડીયાએ પકડી લીધો હતો.

ગાંધીગ્રામમાંથી હદપાર મનિષ પાઉ પકડાયો

ગાંધીગ્રામ લાખના બંગલા પાછળ રહેતો મનિષ ગીરીશભાઇ પાઉ હદપાર હોવા છતાં હોળીની સાંજે રામાપીર ચોકડીએ આવતાં કોન્સ. કનુભાઇ બસીયાએ પકડી લીધો હતો.

(3:53 pm IST)