Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાજકોટમાં સંધી યુવાનની હત્યાના ગુનામાં બે વર્ષથી ફરાર નામચીન રીઝવાન ઉર્ફે બોડીયો મેટોડાથી ઝડપાયો

રૂરલ પેરોલ ફરલો સ્કવોડના કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકીની બાતમીઃ નામચીન શખ્સ પ્ર.નગર વિસ્તારમાં હત્યાની કોશીષના બે, રાયોટ, મારામારી અને જુગારના ૧૪ ગુનામાં પકડાયો'તો

રાજકોટ તા. ૧૧: રાજકોટમાં બે હત્યા, પ્ર.નગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હત્યાની કોશીષના બે અને મારામારી તથા જુગાર ગુન્હામાં સંડોવાયેલા સંધી શખ્સને રૂરલ પેરોલ ફરલો સ્કવોડે મેટોડા જીઆઇડીસી પાસેથી પકડી લીધો હતો.

રાજકોટ રૂરલ એસ.પી. બલરામ મીણાએ જીલ્લાના વણ ઉકેલાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા માટે નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પેરોલ ફરલો સ્કવોડ અને એન્ટી હયુમન ટ્રાફીકીંગ સ્કવોડને સુચના આપતા ફરલો સ્કવોડના પીએસઆઇ એન. વી. હરીયાણી, એએસઆઇ મહંમદ રફીકભાઇ હબીબભાઇ ચૌહાણ, જયદીપભાઇ અનડકટ, હેડ કોન્સ. પ્રભાતસિંહ પરમાર, વિરાજભાઇ ધાંધલ, મહેન્દ્રસિંહ સોલંકી તથા રાયધનભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકીને બાતમી મળતા નામચીન રીઝવાન ઉર્ફે બોડીયો ઇસ્માઇલ દલ (ઉ.વ. ૪૦) (રહે. હુડકોમ કવાર્ટર નં. ૭૧, જામનગર રોડ હાલ મેટોડા જીઆઇડીસી અંજલી પાર્ક, વૃજ-વીલા બ્લોક-સી ફલેટ નં. ૪૦૩) ને મેટોડા જીઆઇડીસીમાંથી પકડી લીધો હતો. પકડાયેલો નામચીન રીઝવાન ઉર્ફે બોડીયો ત્રણ વર્ષ પહેલા ત્રિકોણબાગ સાંગણવા ચોક નજીક સંધી યુવાનની હત્યામાં છેલ્લા બે વર્ષથી ફરાર હતો. તે અગાઉ ગાંધીગ્રામમાં હત્યાના ગુનામાં તેમજ પ્ર.નગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હત્યાની કોશિષના બે તથા મારામારી, રાયોટ, ધમકી અને જુગાર મળી ૧૪ જેટલા ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(11:35 am IST)