Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કાલાવડ રોડ પર વોકર્સ ઝોનમાં પેવર બ્લોકનું કામ

 વોર્ડ નં.૧૦ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોમાં વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર રૂડાનગર-૧ની બાજુમાં વોકર્સ ઝોનમાં ખાણી- પીણીના ધંધાર્થીઓને સુવિધા પ્રાપ્ત થાય તે માટે પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત મેયરશ્રી બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, હરેશભાઈ કાનાણી, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, વોર્ડ ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, બળવંતસિંહ રાઠોડ, અજીતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, દિનેશભાઈ, ઘનશ્યામભાઈ ભટ્ટ તથા જયસુખભાઈ બારોટ, મનીષભાઈ ડેડકીયા, આનંદભાઈ માકડીયા વિગેરે તથા સ્થાનીક રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)