Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જેતપુર નગરપાલીકાના નિવૃત કર્મચારીને પગાર તફાવતની રકમ ચુકવવા હુકમ

રાજકોટ તા ૧૧ :  જેતપુર નગરપાલીકાના નિવૃત કર્મચારીને કલાર્ક અને કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરના  પગાર તફાવતી રકમ ચુકવી આપવા અંગેના ડીમાન્ડ કેસમાં  મજુર અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ કેસની ટુંકમાં વિત એવા પ્રકારની છે કે ચંદ્રકાંત એમ. ચાવડા, જેતપુર મહાનગર પાલીકામાં કલાર્ક તરીકે નોકરી કરતાં હતા. તેમને તા. ૧/૧/૮૮ થી ૩૧/૧૨/૧૯૯૩ સુધી કોમ્યુનીટી ઓર્ર્ગેેનાઇઝર તરીકેની કામગીરી લેવામાં આવેલ હતી, પરંતુ તેમને કોમ્યુનીટી ઓર્ગેનાઇઝરના પગાર ધોરણ રૂ ૧૪૦૦-૨૬૦૦ ના પગાર તફાવતની રકમ ચુકવવામાં આવેલ નહીં. આથી આ કર્મચારીએ પ્રથમ રાજકોટની મજુર અદાલતમાં રીકવરી અરજી દાખલ કરેલ હતી, પરંતુ ત ેરીકવરી અરજી ઓૈદ્યોગીક વિવાદ ધારાની કલમ-૩૩(સી) (ર) નીચે ચાલાવાપાત્ર થતી નથી તે કારણસર રદ કરેલ હતી.

આથી કામદારે મજુર મહાજનના પ્રધાનમંત્રી દિલીપભાઇ ઠાકર તથા વિજયભાઇ ટીંબડીયાનો સંપર્ક  કરી ડીમાન્ડ કેસ ઉપસ્થિત કરેલ હતો, જે  ડીમાન્ડ કેસ રાજકોટની મજુર અદાલત સમક્ષ થતાં કામદાર તરફે જી.આર. ઠાકરને નિયુંકત કરવામાં આવેલ.

ત્યારબાદ આ કામમાં જેતપુર નગર પાલીકા તરફે લંબાણપુર્વકના વાંધાઓ રજુ કરેલ હતા, અને ત્યારબાદ અરજદાર શ્રી ચંદ્રકાંત એમ. ચાવડાએ તેમની જુબાની આપેલ  હતી  અને તેમણ  ે બજાવેલ ફરજો તથા લીધેલ તાલીમના પ્રમાણપત્રો તથા કોમ્યુનીટી ઓર્ગેનાઇઝેશનના પગાર ધોરણો અને અન્ય જુદી જુદી નગર પાલીકાઓમાં આપવામાં આવતાં કોમ્યુનીટી ઓર્ગેનાઇઝેશન ના પગાર ધોરણના દાખલાઓ  રજુ કરેલ હતા.તે તમામ વિગતોને ધ્યાને લઇ તથા એડવોકેટશ્રી જી.આર.ઠાકરની લંબાણ પૂર્વકની દલીલો તથા રજુઆતોને ધ્યાને લઇ અરજદારનો ડીમાન્ડ કેસ મંજુર કરવાનો મહત્વનો  હુકમ કરેલ  છ, અને કામદારને રૂા ૭૦,૯૯૬.૬૦/ ચુકવી આપવા જેતપુર નગરપાલીકાને આદેશ કરેલ છે અને જો ૩૦ દિવસ પછી જેતપુર નગર પાલિકા આ રકમ ન ચુકવે તો ૯% વ્યાજ તથા ખર્ચની રકમ રૂા ૩૦૦૦/- ચુકવવાનો જેતપુર નગરપાલીકાને હુકમ કરેલ છે. આ કર્મચારી વતી રાજકોટના એડવોકેટ શ્રી જી.આર. ઠાકર તથા ગાર્ગીબેન ઠાકર રોકાયેલ હતા.

(3:33 pm IST)