Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

બાઇક સ્લીપ થતાં પાળની આઠ વર્ષની માયાનું મોતઃ ભાઇ ઢોલા ડાભીને ઇજા

ભાઇ-બહેન પૈસાથી ઉઘરાણી કરવા થોરડી જતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૧: લોધીકાના પાળ અને થોરડી ગામ વચ્ચે બાઇક સ્લીપ થઇ જતાં ચાલક પાળ ગામના લુહારીયા યુવાનને ઇજા થઇ હતી અને સાથે બેઠેલી તેની ૮ વર્ષની બહેનનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

પાળ રહેતાં અને પશુપાલન કરી ગુજરાન ચલાવતાં પરિવારનો ઢોલા પ્રેમજીભાઇ ડાભી (લુહારીયા) (ઉ.૩૦) ગઇકાલે થોરડી ગામે પૈસાની ઉઘરાણીએ જતો હોઇ તેની સાથે નની બહેન માયા (ઉ.૮) પણ બેસી ગઇ હતી. ભાઇ-બહેન લોધીકા-થોરડી વચ્ચેના રસ્તે હતાં ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં બંનેને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ માયાએ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર માયા બે બહેન અને ત્રણ ભાઇમાં નાની હતી અને પરિવારની લાડકી હતી.

(11:44 am IST)