Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગાયત્રી પાર્કમાંથી કારમાંથી દારૂની ૧૬૮ બોટલ કબ્જે

રાજકોટ : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.બી. ત્રિવેદી, હેડ કોન્સ. રાજેશભાઇ, સામંતભાઇ, અભીજીતસિંહ, હિતેન્દ્રસિંહ, સિદ્ધરાજસિંહ, રઘુવીરસિંહ, ઇન્દ્રજીતસિંહ, વિરદેવસિંહ તથા ડાયાભાઇ સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ અને ડાયાભાઇને મળેલી બાતમીના આધારે પુનીતનગર ૮૦ ફૂટ રોડ પર નંદનવન રોડ રાણી ચોકની પાછળ ગાયત્રી પાર્ક શેરી નં. ૩માં પહોંચતા જી.જે. ૧ર સી.જી. ૭ર૩૭ નંબરની સેવરોલેટ કાર ત્યાં રેંઢી જોવા મળતા પોલીસે તપાસ કરતા કારમાંથી રૂ.પ૦,૪૦૦ ની કિંમતની ૧૬૮ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કારકબ્જે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(2:03 pm IST)