Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રતનપરમાં સમસ્ત પ્રજાપતિ પ્રિમીયર લીગ - ૨૦૨૦

ગુજરાતભરમાંથી ૩૨ ટીમો વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ : નોકઆઉટ પદ્ધતિથી રમાશે ટુર્નામેન્ટ : દીકરીઓ પણ બે મેચ રમશે : ઈનામોની વણઝાર

રાજકોટ, તા. ૧૧ : સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ - રાજકોટ દ્વારા દિવસ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટ્રોફીનું આયોજન રાજકોટથી મોરબી રોડ પર આવેલ રતનપર ગામ ખાતે રૂદ્ર શકિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં તા.૨૧ થી ૨૩ અને તા.૨૮ થી ૧ માર્ચ સુધી સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ સુધી કરવામાં આવેલ છે.

સમસ્ત પ્રજાપતિ પ્રિમીયર લીગ ૨૦૨૦ માટે પ્રિમીયર લીગ ટુર્નામેન્ટમાં દરેક મેચ ૧૨-૧૨ ઓવરની રહેશે અને ટ્રોફી નોકઆઉટ પદ્ધતિથી રમાશે. આ ટ્રોફી ઘાસવાળા મેદાનમાં અને સીઝનની ટર્ફ વિકેટ પર ટેનિસ બોલથી રમાશે. આ ટ્રોફીમાં પ્રોફેશ્નલ અમ્પાયર દ્વારા અમ્પાયરીંગ કરાશે. મેચનો લાઈવ સ્કોર મોબાઈલમાં જોઈ શકાશે અને કોમેન્ટરી પણ થશે.

તા.૧ માર્ચના રવિવારે ફાઈનલ મેચ રમાશે. ખાસ વિશેષતા એ છે કે રવિવાર ૧ માર્ચના રોજ પ્રજાપતિ સમાજની દીકરીઓની ૨ ટીમો વચ્ચે એક પ્રોત્સાહક મેચ રમાશે. જે સમસ્ત પ્રજાપતિ સમાજમાં પ્રથમ વખત અનેરૂ આયોજન થવા જઈ રહ્યુ હોવાનું યુવા આગેવાનોએ જણાવ્યુ હતું.

આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને રૂ.૨૨,૨૨૨, રનર્સઅપને ૧૧,૦૦૦ રોકડ પુરસ્કાર, મેન ઓફ ધ સીરીઝને રૂ.૨,૨૨૨ રોકડ તથા મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન જેવા મોમેન્ટો અને ઈનામો આપવામાં આવશે.

આ આયોજનમાં પરેશ ધોકીયા - ૮૦૦૦૮ ૮૮૦૦૪, આશિષ પાણખાણીયા - ૯૯૨૫૮ ૮૬૫૬૮, કૌશિક જગતીયા - ૯૨૨૭૭ ૭૭૯૦૫, મહેશ ભરડવા - ૮૨૩૮૭ ૮૮૧૮૮, અતુલ સુરાણી - ૯૮૨૫૨ ૬૮૨૬૩, અમિત આંદોદરીયા, અલ્કેશ જાદવ, સંજય ધોકીયા, અતુલભાઈ જગતીયા, મયુર માવદીયા, વીકી ટાંક, જાબાલ કટકીયા વિ. જોડાયા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:10 pm IST)