Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ભાગલપુરમાં ધમધમતો નેત્રયજ્ઞઃ ૧૧ર૯ર દર્દીને નવી દ્રષ્ટી

રાજકોટ : રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં જીવન સંદેશ 'મૂઝે ભૂલ જાના' પર નેત્રયજ્ઞકો નહિ ભૂલના, તથા નેત્રયજ્ઞ કોઇ સાધારણ વસ્તુ નહિ હૈ, ઇન સેવા સારે પાપ ધોને કી શકિત હૈ' નાં અટલ વચનો ને સાર્થક કરીને ભાગલપુર (બિહારમાં) ત્રણ માસ માટે ૧પ માર્ચ-ર૦ર૦ સુધી નિઃશુલ્ક નેત્યજ્ઞ સેવાનો મહાયજ્ઞ ચાલી રહયો છે. જેમાં ભાગલપુર (બિહાર) ની આજુબાજુનાં અતિગરીબ વ્યથિત દર્દી ભગવાન આ નેત્રયજ્ઞની સેવાનો લાભ રહ્ય છે, અને તેઓનું નિઃશુલ્ક મોતિયનું ઓપરેશન કરીને તેઓને દિવ્ય ગુરૂદ્રષ્ટી રૂપિ આંખોની નવી રોશની મેળવી રહ્યા છે. આ નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૧-ર-ર૦ર૦ સોમવાર સુધીમાં ૧૧,ર૯ર દર્દી ભગવાન, બાળ દર્દી ભગવાનને નવી આંખોની રોશન મળી રહી છે, તેઓનું જીવન નવપલ્લવિત બની રહ્યું છે, આ નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનની તમામ પ્રકારની સેવા કરવામાં આવે છે, રહેવા, જમવા, ચા, નાસ્તો, દવા, ટીપા, ચશ્મા તથા આધુનિક ફેકો મશીનથી તેઓની સોફટફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) બેસાડી આપવામાં આવે છે. આ  ઉપરાંત દર્દીને વાહન ભાડુ તથા અડધો કિલો મીઠી બુંદી પ્રસાદીરૂપે આપવામાં આવે છે. એક એક ધાબળો પણ નિઃશુલ્ક  આપવામાં આવે છે. બધા દર્દીની દરરોજ આરતી ઉતારવામાં આવે છે.

(4:09 pm IST)