Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

શ્રીગૌડ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનોને બિન અનામત વર્ગના પ્રમાણપત્રો આપવા કેમ્પ થશે

રાજકોટ તા. ૧૧ : શ્રીગૌડ બ્રાહ્મણ સમાજ દ્વારા બિન અનામત વર્ગના પ્રમાણપત્રો જ્ઞાતિજનોને સરળતાથી મળી રહે તે માટે આગામી દિવસોમાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા સમસ્ત શ્રીગૌડ બ્રાહ્મમણ સમાજના આગેવાનોએ જણાવેલ કે ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતા બીન અનામત આયોગના લાભાલાભ સરળતાથી મળી રહે તે માટે આયોગમાં સમાવેશ કરવામાં આવેલ જાતિ પ્રમાણપત્ર મેળવવા એક સામુહીક કેમ્પનું આયોજન કરાયુ છે.

આ કેમ્પમાં શ્રીગૌડ સમાજના તમામ સભ્યોને બિન અનામત નિગમ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે તેમજ લઘુઉદ્યોગ કે ગૃહઉદ્યોગમાં મળતા લાભો વિષે આયોગના અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહીતી અપાશે.

આ કેમ્પમાં હાજર રહી પ્રમાણપત્રો મેળવવા ઇચ્છુક જ્ઞાતિજનોએ તા. ૨૦ સુધીમાં કાર્યાલય મહાલક્ષ્મી મંદિર, કેવડાવાડી-ર ખાતે સંપર્ક કરી ફોર્મ ભરી જવાના રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રીગૌડ સમાજની ચારેય પાંખના પ્રમુખો યશવંતભાઇ શુકલા, રાજુભાઇ ભટ્ટ, પંકજભાઇ ત્રિવેદી, શિરીશભાઇ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમસ્ત શ્રીગૌડ સમાજના મહામંત્રી દિપકભાઇ ભટ્ટ, સહમંત્રી ભાવેશભાઇ જોષી, દિપેનભાઇ જોષી, મૌલિકભાઇ ભટ્ટ, અજયભાઇ જોષીની આગેવાની હેઠળ ભરતભાઇ પંડયા, જેન્તીભાઇ ત્રિવેદી, વિમલ પંડયા, હિમાંશુ ભટ્ટ, અજય ભટ્ટ, કપિલ ભટ્ટ, જયકાંતભાઇ જોષી, રવિ ભટ્ટ, પિયુષ ભટ્ટ, હિમાંશુ ત્રિવેદી, નિશાંત ત્રિવેદી, અશિતભાઇ જાની, જયેશ જાની, રાકેશ જાની, નિલેષ પંડયા, અંજન ભટ્ટ, હિતેશભાઇ દીક્ષીત, યોગેશભાઇ જોષી, સુધીરભાઇ ભટ્ટ, શૈલેષભાઇ દવે, વિજય પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે કેમ્પ અંગેની વિગતો વર્ણવતા દીપકભાઇ ભટ્ટ (મો.૮૭૮૦૩ ૬૩૭૮૨), ભાવેશભાઇ જોષી (મો.૯૪૨૭૫ ૬૩૪૪૧), અજયભાઇ જોષી (મો.૯૦૯૯૦ ૧૯૧૬૩), દીપેનભાઇ જોષી (મો.૯૮૨૪૮ ૨૮૭૬૭) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:08 pm IST)