Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

અમદાવાદમાં ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર રવી ઉધરેજીયા રાજકોટમાં પકડાયો

બી. ડીવીઝન પોલીસે ભગવતીપરાના પુલ પાસેથી દબોચ્યો

રાજકોટ તા. ૧૧ :.. અમદાવાદમાં ધોળા દિવસે થયેલી ઘરફોડ ચોરીના ગુન્હામાં ફરાર શખ્સને બી. ડીવીઝન પોલીસે બાતમીના આધારે ભગવતીપરા પુલ પાસેથી પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની સુચનાથી બી. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી. જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડ કોન્સ. વિરમભાઇ, મનોજભાઇ, અજયભાઇ, મહેશભાઇ, હરપાલસિંહ અને હેમેન્દ્રભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મહેશભાઇ, હેમેન્દ્રભાઇ અને હરપાલસિંહ ને મળેલી બાતમીના આધારે ભગવતીપરા પુલ પાસેથી રવી રાજુભાઇ ઉધરેજીયા (ઉ.ર૮)  (રહે. રૂખડીયા મફતીયાપરા) ને શંકાના આધારે પકડી પુછપરછ કરતા તેણે થોડા સમય પહેલા અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં એક મકાનમાં ધોળા દિવસે મકાનમાં ચોરી કર્યાના ગુન્હામાં ફરાર હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(4:06 pm IST)