Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

વોર્ડ નં.૧૮નાં કોઠારીયા રોડ વિસ્તાર ફુટપાથના કામનું ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા લોકઉપયોગી વિકાસના કામો કરવામાં આવે છે તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૮માં આવેલ કોઠારીયા રોડની બંને સાઈડમાં સાઈડ સોલ્ડર અને ફૂટપાથ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારીના હસ્તે કરવામાં આવેલ. આ કામ થવાથી વોર્ડ નં.૧૮ના વિસ્તાર વાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે.આ પ્રસંગે વોર્ડ નં.૧૮ના પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેશભાઈ ઢોલરીયા, રવિભાઈ ઠાકોર, વોર્ડ અગ્રણીય દિનેશભાઈ લીંબાસીયા, મનહરભાઈ બાબરીયા, પંકજભાઈ દોંગા, નીલેશભાઈ મુંગરા, કાળુભાઈ સરપંચ, જયેશભાઈ પટેલ, શકિતસિંહ, નટુભાઈ વાદ્યેલા, શાંતિલાલ ધાનાણી, પ્રકાશભાઈ બસિયા, ભારતીબેન પરસાણા, લતાબેન ગોરશીયા, પ્રકાશબા ગોહીલ, માલતીબેન ચાવડા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

(4:06 pm IST)