Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ગુરૂવારની રેલીમાં જોડાઇને પ્રચંડ સમર્થન આપજોઃ ગોવિંદ પટેલ

રાજકોટ, તા., ૧૧: સીએએને સમર્થન કરી રાષ્ટ્રહિતને મજબુત કરવા ધારાસભ્ય ગોવિંદ પટેલે અનુરોધ કરેલ છે.

તેમણે જણાવ્યું છે કે રાષ્ટ્રહિતને નુકશાન કરનાર પરીબળો પોતાનો રાજકીય રોટલો શેકવા સીએએનો વિરોધી કરી રહયા છે તેની સામે તા.૧૩ના ગુરૂવારે સરદાર પટેલના સ્ટેચ્યુ રેસકોર્ષ પાસેથી શરૂ થનાર રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા યોજાયેલ તીરંગા રેલીમાં નાગરીકો, મહીલાઓ, વેપારીઓ, ડોકટરો, વકીલો, સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ, પ્રધ્યાપકો, શિક્ષકો, એસોસીએશનો મંડળો મોટી સંખ્યામાં જોડાઇને સમર્થન આપવા અને વિઘાતક પરીબળોને પ્રચંડ દેખાવોથી તેનું સ્થાન બતાવી દેવા શ્રી પટેલે યાદીના અંતમાં જણાવેલ છે.

(4:10 pm IST)