Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

અજમેર - જયપુર રેલ્વે સેકશનમાં ડબલ ટ્રેકની કામગીરીને લઈને રાજકોટની કેટલીક ટ્રેનો પ્રભાવિત

ઉત્તર પશ્ચિમ રેલ્વેના મંડળમાં બંગુરગ્રામ - સેન્દ્રા સેકશનમાં તથા જયપુર મંડળમાં બાંદીકુઈ - દિગાવારા સેકશનમાં ડબલ ટ્રેકની કામગીરીને લઈને રાજકોટની કેટલીક ટ્રેનો આ મહિનામાં નિયમાનુસાર પ્રભાવિત થશે.

સંપૂર્ણ રદ્દ થયેલ ટ્રેનો

(૧) ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૫૭૩ ઓખા - જયપુર એકસપ્રેસ

(૨) ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૫૭૪ જયપુર - ઓખા એકસપ્રેસ

પરિવર્તન માર્ગમાંથી ચાલનાર ટ્રેનો

(૧) ૧૧, ૧૫, ૧૮ અને ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૨૬૩ પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલ્લા એકસપ્રેસ વાયા અમદાવાદ, આનંદ, ગોધરા, રતલામ, ચંદેરીયા, અજમેર, ફુલેરા, રિંગસ, રેવાડીના અન્ય માર્ગો પરથી ચાલશે.

(૨) ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ચાલનારી ૧૯૨૬૪ દિલ્હી સરાઈ રોહિલ્લા - પોરબંદર એકસપ્રેસ વાયા રેવાડી, રીંગસ, ફુલેરા, અજમેરા, ચંદેરીયા, રતલામ, ગોધરા, આનંદ અમદાવાદના અન્ય માર્ગો પરથી ચાલશે.

(૩) ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૨૬૪ દિલ્હી સરાઈ રોહિલ્લા - પોરબંદર એકસપ્રેસ વાયા રેવાડી, રિંગસ, ફુલેરા, અજમેર, ચંદેરીયા, રતલામ, ગોધરા, આનંદ, અમદાવાદના અન્ય માર્ગો પરથી ચાલશે.

(૪) ૨૦ અને ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૨૬૪ દિલ્હી સરાઈ રોહીલ્લા - પોરબંદર એકસપ્રેસ વાયા રેવાડી, રીંગસ, ફુલેરાના અન્ય માર્ગો પરથી નીકળશે.

(૫) ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૨૬૯ પોરબંદર - મુઝફફરપુર મોતીહારી એકસપ્રેસ વાયા અમદાવાદ, આનંદ, ગોધરા, રતલામ, ચંદેરીયા, અજમેરના અન્ય માર્ગો પરથી ચાલશે.

(૬) ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૨૬૯ પોરબંદર - મુઝફફરપુર મોતીહારી એકસપ્રેસ વાયા અમદાવાદ, આનંદ, ગોધરા, રતલામ, ચંદેરીયા, અજમેર, ફુલેરા, રિંગસ, રેવાડીના પરિવર્તન માર્ગથી નીકળશે.

(૭) ૨૩ અને ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૨૭૦ મુઝફફરપુર - પોરબંદર મોતીહારી એકસપ્રેસ વાયા રેવાડી, રીંગસ, ફુલેરા, અજમેર, ચંદેરીયા, રતલામ, ગોધરા, આનંદ, અમદાવાદના અન્ય માર્ગો પરથી ચાલશે.

(૮) ૧૦ અને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૨૭૦ મુઝફફરપુર - પોરબંદર મોતીહારી એકસપ્રેસ વાયા રેવાડી, રીંગસ, ફુલેરાના અન્ય માર્ગો પરથી નીકળશે.

(૯) ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૫૬૫ ઓખા - દહેરાદૂન ઉત્તરાંચલ એકસપ્રેસ વાયા મારવાડ જંકશન, જોધપુર, મેરતારોડ, ફુલેરા, રિંગસ, રેવાડીના અન્ય માર્ગો પરથી ચાલશે.

(૧૦) ૧૪ અને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૫૬૫ ઓખા - દહેરાદૂન ઉત્તરાંચલ એકસપ્રેસ વાયા ફુલેરા, રીંગસ, રેવાડીના અન્ય રસ્તાઓ પરથી ચાલશે.

(૧૧) ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૫૬૬ દહેરાદૂન - ઓખા ઉત્તરાંચલ એકસપ્ેસ વાયા રેવાડી, રીંગસ, ફુલેરા, મેરતારોડ, જોધપુર, મારવાડ જંકશનના અન્ય રસ્તાઓ પરથી ચાલશે.

(૧૨) ૨૭ ફેબ્રુઆરીના ઉપડનારી ૧૯૫૭૯ રાજકોટ - દિલ્હી સરાઈ રોહિલ્લા એકસપ્રેસ વાયા ફુલેરા, રીંગસ, રેવાડીના અન્ય માર્ગો પરથી નીકળશે.

મોડી ઉપડનાર ટ્રેનો

(૧) ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ઉપડનારી ૧૯૨૭૦ મુઝફફરપુર - પોરબંદર મોતીહારી એકસપ્રેસના રસ્તામાં અલવર સ્ટેશન પર ૩૦ મિનિટ મોડી પહોંચશે.

(4:02 pm IST)