Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

વોર્ડ નં. ૨ના પદ્મકુંવરબા, આશુતોષ સોસાયટી સહિતના વિસ્તારમાં ડામર કામનો પ્રારંભ

રાજકોટ : મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વિધાનસભા-૬૯ના ધારાસભ્ય તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૨માં આવેલ પદ્મકુંવરબા સોસાયટી, આશુતોષ સોસાયટી તથા દિવ્ય સિધ્ધી પાર્ક સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ અને મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ તથા કોર્પોરેટર સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે વોર્ડ નં.૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં. ૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, કમલભાઈ ભટ્ટ, જયસુખભાઈ પરમાર, નીલેશભાઈ તેરૈયા, છેલભાઈ રાવલ, યોગરાજસિંહ જાડેજા, મિથુનભાઈ, હર્ષિદાબા કનોજીયા, સીમાબેન અગ્રવાલ, જયભાઈ દવે, જયભાઈ સોમમાણેક, દીપાબેન કાચા, ભાવનાબેન ચતવાણી, શ્રધ્ધાબેન સીનોજીયા, દેવ્યાનીબેન રાવલ, ગુલાબસિંહ જાડેજા, નીલેશભાઈ વ્યાસ, પલ્લવીબેન, પંકજભાઈ જોષી, ભરતભાઈ કાઠી, જીતેન્દ્રસિંહ જાડેજા, કમલેશભાઈ રાઠોડ, તરુણભાઈ ઠાકર, પુજારાભાઈ(પદ્મકુંવરબા સોસા. પ્રમુખશ્રી), વિમલભાઈ કક્કડ, હાર્દિકભાઈ બોરડ, ઙ્ગજે. ડી. ઉપાધ્યાય, દીપકભાઈ ભટ્ટ, રાજેન્દ્રસિંહ ગોહીલ, માધવીબેન ઉપાધ્યાય, વિનોદભાઈ પોપટ, રાજેન્દ્રભાઈ ગઢવી, જયંતિભાઈ બુધેલીયા, દક્ષાબેન પોપટ, નીધીબેન પોપટ, કીરીટભાઈ પાઠક, રાજનભાઈ સિંધવ, જશુમતીબેન વસાણી, કાળુમામા, પૃથ્વીસિંહ વાળા, ભૂરાભાઈ વશરામભાઈ, જયરાજસિંહ જાડેજા, ચંદ્રિકાબેન કક્કડ, કોમલબેન કક્કડ, ઇન્દ્ર્બેન ગઢવી, કુશલભાઈ કોઠારી વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:01 pm IST)