Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રાજકોટથી વિરપુર સુધીનો માર્ગ 'જય જલયાણ'ના નાદથી ગુંજશે : શનિવારે રઘુવીર સેના દ્વારા પદયાત્રા

નામ નોંધણી હજુ ચાલુ : ૫૫ કિ.મી.ના રૂટ પર ઠેરઠેર સેવા પરબો : ભોજન-પાણી-દવા સહિતની વ્યવસ્થા

રાજકોટ ૧૧ : સંત શીરોમણી પૂ. શ્રી જલારામબાપાની ૧૩૯ મી પૂણ્યતીથી નિમિતે તા. ૧૫ ના શનિવારે રાજકોટથી વિરપુર સુધીની પદયાત્રાનું રઘુવીર યુવા સેના દ્વારા આયોજન કરાયુ છે.

દર વર્ષે યોજવામાં આવતી આ પદયાત્રામાં વિશાળ સંખ્યામાં પદયાત્રીઓની નોંધણી થઇ ચુકી છે. પુરે પુરી પદયાત્રાનો રૂટ નિરધારીત કરી લેવાયો છે. ૫૫ કિ.મી.ના રૂટ પર દર ર થી ૩ કિ.મી.ના અંતરે વિરામ સ્થાનો તેમજ ભોજન, ઠંડા પીણા, ગરમ પીણા, મેડીકલ કેમ્પ, એમ્બ્યુલન્સ વાન, પગ માલીસ, દવાઓ, ડોકટરો તેમજ ગ્લુકોઝ પાણી, નારીયેળ પાણી, ગરમ જલેબી ગાંઠીયા, શીરો, ફ્રુટ ડીશ, ગરમ કાવો, ચા-કોફી, લીંબુ પાણી, લીંબુ સરબત વગેરે વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું રઘુવીર સેનાની યાદીમાં જણાવાયુ છે.

જામવાડીથી વિરપુર સુધી ઠંડીના માહોલને ધ્યાને લઇ તાપણાની વ્યવસ્થા પણ કરાઇ છે. રાજકોટથી વિરપુર સુધી સળંગ રૂટ ઉપર ઠેકઠેકાણે સેવા પરબોનું કાર્ય દાતાઓના સહયોગથી કરવામાં આવેલ છે.

હજુપણ જોડાવા ઇચ્છતા પદયાત્રીઓએ પોતાના નામ વરૂણ ચેમ્બર, પ-ઘી કાંટા રોડ, ધર્મેન્દ્રરોડ, રાજકોટ ખાતેસાંજે પ થી ૭ દરમિયા નોંધાવી લેવા અને વધુ માહીતી માટે મો.પ્રમુખ બલરામભાઇ કારીયા મો.૯૪૦૯૫ ૬૪૮૧૨ અથવા મો.૮૮૪૯૩ ૯૫૫૫૯, મો.૯૮૯૮૮ ૪૬૪૫૬ ઉપર સંપર્ક કરવા રઘુવીર યુવા સેનાના પ્રમુખ બલરામ કારીયાની યાદીમાં જણાવાયુ છે.

(4:00 pm IST)