Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રાજકોટ ગુરૂકુળના સ્થાપક ધર્મજીવનદાસજીની પુણ્યતિથિ ઉજવાઇઃ હાલ ૧૫૩ ગુરૂકુળોમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ

૧૯૪૮માં માત્ર ૭ વિદ્યાર્થીઓથી પ્રારંભ કરેલ, વિદ્યાર્થીઓ ભાગ્યશાળીઃ પ્રભુસ્વામી

રાજકોટ ગુરૂકુળના સ્થાપક શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પુણ્યતિથિ નિમિતે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રાસંગિક કાર્યક્રમ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા.૧૧: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંસ્થાપક ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને ૭૩ વર્ષ પહેલા હિમાલયના રુદ્રપ્રયાગમાં ગુરુકુળ કરવાનો ઈશ્વરીય સંકેત થયો. ગંગાકિનારે ગુરુકુળ કરવાની મનમાં વિચારણા ચાલી.

વડીલ ગુરૂબંધુ શ્રી માનત સ્વામી શ્રી કૃષ્ણ જીવન દાસજી સ્વામી ને હિમાલયમાં ગુરુકુળ કરવાની વાત કરતા તેઓએ કહ્યું કે અહીં ગુજરાતની ધરતી નું પાણી અને અન્ન ખાઈને મોટા થયા છો તો જે કરવું હોય તે ગુજરાતની ભૂમિમાં કરો. વડીલ સંતોના વચનમાં વિશ્વાસ રાખી રાજકોટમાં સન ૧૯૪૮માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની ૭ વિદ્યાર્થીઓથી શરૂઆત થઈ . આજે એમના પગલે સ્વામિનારાયણ સંપ્રદાય માં ૧૫૩ ઉપરાંત ગુરુકુળોમાં અંદાજે બે લાખ જેટલા વિદ્યાર્થીઓ વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું શિક્ષણ મેળવે છે.

સમાજને શિક્ષણનો નવો રાહ ચિંધનારા શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ગઇકાલે ૩૨ મી પૂણ્યતીથી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન પરિવારમાં મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ભજન સંકીર્તન સાથે ઉજવાઇ.

રાજકોટ ગુરુકુળ સંસ્થાનની ઉના શાખામાં શ્રી હરિવદન દાસજી સ્વામી, શ્રી અભય સ્વામી તથા શ્રી કર્તવ્ય દાસજી સ્વામીની ઉપસ્થિતિમાં યજ્ઞનું આયોજન કરાયું. સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધી 'ઓમ નમો ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ 'આ મંત્રની આહૂતિઙ્ગ ગુરુકુળના સંતો, વિદ્યાર્થીઓ તથા હરિભકતો શ્રી રવજીભાઈ વેકરીયા નિલેશભાઈ સુતરીયા, નનુભાઈ આલેકિયા, પૂના ભાઈ બારૈયા, સંજયભાઈ સુહાગીયા વગેરે સાથે સુરત ગુરુકુળથી પધારેલ શ્રી વંદન પ્રિયદાસજી સ્વામી તથા શ્રી પ્રભુ સ્વામીએ આખો દિવસ યજ્ઞનો લાભ લીધેલ.

આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ સત્સંગ સભામાં વાત કરતા કહ્યું હતું કે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધામ માં જતા પહેલા ત્રણ દિવસે રામ ભકત શ્રી ગોવિંદ બાપાને વાત કરેલ કે કોઈને ન કહો તો તમને કહું કે પરમ દિવસે મહારાજ મને ગામમાં તેડી જશે મારા સંતો ને કોઈને કહેશો નહીં કારણે દુઃખી થાય આમ અગાઉથી કહીને છેલ્લે દિવસે રાત્રિના નવ વાગ્યે સંતોની સાથે આરતી નિયમ ચેષ્ટા કરીને ૯:૩૫ મિનિટે ભગવાન સ્વામિનારાયણ તેડવા પધારતા એમની સાથે અક્ષરધામમાં પધારેલા. આવા સંતે સ્થાપેલા ગુરુકુળમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો અવસર મળ્યો છે, હરિભકતોને સંતો સાથે સત્સંગ સેવા કરવાનો મોકો મળ્યો છે તે તમારા અને અમારા મોટા ભાગ્ય છે.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ કરેલો ભજન સ્મરણ ને ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી આશીર્વાદ આપેલ હતા.

(3:59 pm IST)