Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ઓશોના મેગેઝીનો યૈસ ઓશો- ઓશો વર્લ્ડ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ

સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાન ગંગા

રાજકોટઃ સંબુધ્ધ રહસ્ય દર્શન સદ્દગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનોને માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધું છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડૂબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશો પ્રવચનો સાંભળી સંભાળવી જીવન યાત્રામાં બદલાવ લાવવા માંગતા લોકો માટે યૈસ ઓશો તથા ઓશો વર્લ્ડ નામના મેગેઝીનોને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી સ્વામિ સત્ય પ્રકાશે છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગાને અવિરતપણે આગળ ધપાવી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્ર બિંદુઓ

પુનાથી પ્રકાશીત થતુ માસીક હિન્દી યૈસ ઓશોઃ- દુઃખ કા મનોવિજ્ઞાન એક હી ચાહ હૈ જીવન મે, કિ સુખ હો ફિર ઈતને દુઃખ કયો ? જાને કિ કૈસે હમારી, હી મન નિર્મિત કરતા હૈ દુઃખો કો ઔર કિતના સરલ હૈ આનંદીત હો જાના, દુઃખૌ કૌ આપ પકડે હુએ હૈ, સુખ કી વાસના મે છીપા હૈ દુઃખ, આપને દુઃખ કૌ અપની આદત બના લીયા હૈ, સહાનુભુતિ કી ચાહ છોડ દો, દૂસરો કૌ દુઃખ સે નિકાલને સે પહેલ, દુઃખી હોને કી વૃતી પાપ હૈ, અપને મે ભી, દુસરે મે ભી સુખ ખોજો, અપના પરિચય જાનકર આ જાઓ, રોજના પ્રશ્ન, ઓશો કે સમયાતીત ઉતર ધ્યાન વિજ્ઞાન, મિટ્ટી કે દિયે, સીપ કે મોતી, કુછ પુસ્તકે પઢને જૈસી, હમારી પ્યારી ધરતી.

દિલ્હીથી પ્રકાશીત થતું હિન્દી માસીક ઓશો વર્લ્ડઃ- પ્રેમ કા સપના ઔર સત્ય, મસ્તી કી ધ્યાન પીઠ, પ્રેમ, વિવાહ ઔર તંત્ર ચિકિત્સા, શિવલિંગ કા પ્રતિક, શાસ્ત્ર- જ્ઞાન, ઉધાર જ્ઞાન ઔર સન્યાસ ભાવનાઔ કે ભંવર ઔર સમ્યક સ્મૃતિ, જીંદગી હરરોજ નચી હૈ- શિક્ષિક પુરાના હૈ, સમાજવાદ ઔર મનુષ્ય કી આત્મા, સદ્દગુરૂ ચિંતા નહી કરતા, કરૂણા કરતા હૈ.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘર પર બેઠા મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડી- માર્ટની પાછળની શેરીમાં રાજકોટ સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:58 pm IST)